ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં આ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધી સરેરાશ વરસાદ 121.12 ટકા થયો - Gujarat rainfall statistics

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 જિલ્લાના 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ 56 મીલીમીટર વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 121.12 ટકા વરસ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદનું પ્રમાણ સારું છે.

rainfall
રાજ્યમાં આ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધી સરેરાશ વરસાદ 121.12 ટકા થયો

By

Published : Sep 4, 2020, 12:20 AM IST


અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 જિલ્લાના 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ 56 મીલીમીટર વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 121.12 ટકા વરસ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદનું પ્રમાણ સારું છે.

ગુજરાતમાં 3 સપ્ટેમ્બરના સાંજના 06 વાગ્યા સુધીના વરસાદી આંકડા
- કચ્છ જિલ્લામાં સરેરાશ 256.18 ટકા વરસાદ
- સૌરાષ્ટ્રમાં સીઝનનો સરેરાશ 163.25 ટકા વરસાદ
- ઉત્તર ગુજરાતમાં 104.69 ટકા વરસાદ
- મધ્ય પૂર્વ ગુજરાતમાં 88.61 ટકા અને
- દક્ષિણ ગુજરાતમાં 103.41 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details