ગુજરાત

gujarat

ETV Bharat / city

મ્યુકરમાઈક્રોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનનો જથ્થો સોલા સિવિલ ખાતે આવી પહોંય્યો - અમદાવાદના સમાચાર

હાલ રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસની બિમારીની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની પણ અછત વર્તાઇ રહી છે. જેને ધ્યાને રાખીને સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે.

મ્યુકરમાઈક્રોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનનો જથ્થો સોલા સિવિલ ખાતે આવી પહોંય્યો
મ્યુકરમાઈક્રોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનનો જથ્થો સોલા સિવિલ ખાતે આવી પહોંય્યો

By

Published : May 21, 2021, 8:46 PM IST

  • મ્યુકોરમાઇકોસિસ બિમારીનો કહેર
  • એમ્ફોટેરેસીન-બી ઇન્જેક્શનનું કાળાબજારી રોકવા સરકાર દ્વારા લેવાયો નિર્ણય
  • રાજ્ય સરકારે 3.15 કરોડ રૂપિયાના ખર્ચે 5 હજાર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો

અમદાવાદઃગુજરાતમાં ધીમે ધીમે કોરોનાનો કહેર ઓછો થતો જાય છે પરંતુ કોરોનાથી સાજા થયા બાદ મ્યુકોરમાયકોસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાયકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. મ્યુકોરમાયકોસિસના કેસ વધતાં ઇન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. મ્યુકોરમાયકોસિસની સારવારમાં વપરાતા એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનનો જથ્થો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ આવે ખાતે પહોંચ્યો છે. અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસની સારવાર લઈ રહેલા દર્દીઓના સગા પાસેથી જરૂરી દસ્તાવેજ લઈ એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં છ જુદી જુદી ફાર્મા કંપનીઓના ઇન્જેક્શન મળી રહેશે જેની કિંમત 5323થી માંડીને 6247 રૂપિયા સુધી નક્કી કરાઇ છે.

મ્યુકરમાઈક્રોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનનો જથ્થો સોલા સિવિલ ખાતે આવી પહોંય્યો

આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત, દાંત સાથે આખું જડબું પણ કાઢવું પડી શકે છે

સોલા સિવિલને 100 ઇન્જેક્શન હાલ GMSCL દ્વારા આપવામાં આવ્યા

અમદાવાદ સોલા સિવિલને 100 ઇન્જેક્શન હાલ GMSCL દ્વારા આપવામાં આવ્યા છે. 40 ઇન્જેક્શન સોલા સિવિલ દ્વારા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાયા છે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે આવનાર અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલના દર્દીના સગાને ઉપલબ્ધ સ્ટોક મુજબ ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવશે. સોલા સિવિલ તરફથી દર્દીના સગાને ઇન્જેક્શન મેળવવામાં કોઈ સમસ્યા ના થાય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો પગપેસારો, જિલ્લામાં સારવાર જ ઉપલબ્ધ નથી

ઇન્જેક્શનની કિંમત કેટલી ?

હાલ સોલા સિવિલમાં આવેલા ઇન્જેક્શનની કિંમત 5300 રૂપિયા જે પાવડર ફોર્મમાં છે. પાવડર ફોર્મમાં આવતા ઇન્જેક્શન માટે સામાન્ય ટેમ્પરેચરની જરૂર રહે છે. લિકવિડ ફોર્મમાં આવતા ઇન્જેક્શનને 2થી 8 ડીગ્રી સુધી સાચવવાની ફરજ પડે છે. ત્રણ દિવસમાં હાલની 6 કંપનીઓ ઉપરાંત વધુ 5 કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે નવી ડ્રગ અપ્રુવલ આપવામાં આવી છે. હાલની ફાર્મા કંપનીઓએ ઉત્પાદન ઝડપથી શરૂ કરી જ દીધું છે એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જાણકારી આપી હતી કે ભારતીય કંપનીઓએ એમ્ફોટેરિસીન-બીની 6 લાખ વાયલ્સ આયાત કરવા માટે ઓર્ડર આપી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details