ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિલકતો 99 વર્ષના ભાડાપટ્ટે આપશે - Lease

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે ગુરુવારની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 17 જેટલા કામ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય કામોમાં ઈડબલ્યુએસના નવા મકાનો તૈયાર કરવામાં આવશે. કોર્પોરેશનની પ્રોપર્ટીને 99 વર્ષના ભાડાપટ્ટા પર આપવા અંગે તેમજ ICLET સાઉથ એશિયા અને એએમસી વચ્ચે ક્લાઈમેટ ચેન્જ અંગે MOUનો ઠરાવ પણ સ્ટેંડિંગ કમિટીમાં પસાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન મિલકતો 99 વર્ષના ભાડાપટ્ટે આપશે
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન મિલકતો 99 વર્ષના ભાડાપટ્ટે આપશે

By

Published : Oct 15, 2020, 8:32 PM IST

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં નરોડા, મુઠિયા અને હંસપુરા ખાતે EWSના નવા 1259 મકાનો 70 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત નિકોલ કઠવાડા ખાતે 1116 મકાનો 64 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કુલ 134 કરોડના ખર્ચે 2375 મકાનો કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશનની માલિકીની મિલકતો હવે 99 વર્ષના ભાડાપેટે આપી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કોર્પોરેશનને આશરે 500 કરોડ રૂપિયાની આવક થશે.

નરોડા, મુઠિયા અને હંસપુરા ખાતે ઈડબલ્યુએસના નવા 1259 મકાનો 70 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે

આજે ગુરુવારના રોજ મળેલી બેઠકમાં ICLET સાઉથ એશિયા અને કોર્પોરેશન વચ્ચે થયેલા એમઓયુ અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમથી શહેરના વાતાવરણને કાર્બન મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details