- ATSએ 2 દિવસમાં 2 આરોપી ઝડપ્યા
- 10 વર્ષથી નાસતા આરોપીને ઝડપી પાડયો
- પાસપોર્ટના ગુનામાં ફરાર હતો આરોપી
અમદાવાદમાં બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો - બોગસ પાસપોર્ટ સમાચાર
નકલી પાસપોર્ટનાં ગુનામાં છેલ્લા 10 વર્ષથી સાઉથ આફ્રિકા ભાગી ગયેલો આરોપી તાજેતરમાં જ ભારત પરત ફર્યો હતો. જેની જાણ ગુજરાત ATSને થતાં તેને ભરૂચ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીએ કબૂલ્યું હતું કે, બોગસ દસ્તાવેજોનાં આધારે તેણે બીજા લગ્ન કરીને પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનનો પ્રવાસ પણ કર્યો હતો.
બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
અમદાવાદ: ગુજરાત ATSની ટીમે નકલી પાસપોર્ટનાં ગુનામાં છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપી સાઉથ આફ્રિકાથી પાછો આવતા ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSનાં PI સી.આર. જાદવની ટીમે ભરૂચમાં કાર્યવાહી કરી આરોપી અલી અસગર અબ્બાસ પ્લમ્બરની ધરપકડ કરી છે. હજુ પણ આ પ્રમાણે અગાઉના ગુનામાં નાસતા ફરતા આરોપીને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ જ છે.