- અમદાવાદમાં 4 દેશી બનાવટના બૉમ્બ સાથે એક શખ્સની ધરપકડ
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી જાવેદખાન બલોચને ઝડપી લીધો
- આરોપી સામે 8 વર્ષ પહેલા પણ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયા હતો
અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચ ( Ahmedabad Crime Branch )ને બાતમી હતી કે, એક શખ્સ દેશી બનાવટના ચાર બૉમ્બ લઈને નીકળવાનો છે, ત્યારે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એક શખ્સ દાણીલીમડા તરફના સાબરમતી રિવરફ્રન્ટથી પસાર થતો નજરે આવ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટના ચાર બૉમ્બ મળી આવ્યા હતા. આ ઝડપાયેલા શખ્સનું નામ જાવેદ ઉર્ફે બાબા બલોચ છે. જેની પાસે દેશી બૉમ્બ નંગ - ચાર અને એક ધારદાર છરો મળી આવ્યો હતો.
આ પણ વાંચો -અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કથીત આતંકીનને મેટ્રો પોલિટિન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
જાતે આ બોમ્બ બનાવ્યા હોવાનો ખુલાસો
આ સમગ્ર મામલે અમદવાદ ક્રાઇમ બ્રાન્ચ ( Ahmedabad Crime Branch ) દ્વારા તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ ટીમને સ્થળ પર બોલાવામાં આવી હતી. જે બાદ બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા બૉમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાવેદની પૂછપરછ કરતા પોતાના પૈસા લેનારા વ્યક્તિને ઇજા પહોંચાડવા માટે તેણે આ પ્લાન બનાવ્યો હતો, જ્યારે તેણે જાતે આ બોમ્બ બનાવ્યા હોવાનો ખુલાસો પણ પોલીસ પુછપરછમાં થયો હતો.