અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2019માં દોઢ કરોડ રૂપિયાનો કબ્જો ધરવતા 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓ પૈકી આરોપી શહેઝાદ તેજાબવાલાએ ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી છે. આ મામલે 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અમદાવાદમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલા આરોપીએ HCમાં કવોશિંગ અરજી કરી - Ahmedabad Crime Branch
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2019માં 1.5 કરોડ રૂપિયાનો કબ્જો ધરવતા 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓ પૈકી આરોપી શહેઝાદ તેજાબવાલાએ ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી છે. આ મામલે 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
શહેરમાં 1.5 કિલો મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓએ પોલીસને પોતાની ઓળખ સામાજિક કાર્યકર્તા તરીકે આપી હતી, પરંતુ પોલીસે તેમને છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તહેવારોની સિઝનમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો તેમનો હેતુ હતો.
પોલીસને ચકમો આપવા માટે તેમણે ખોટા પ્રેસ કાર્ડ પણ રજૂ કર્યા હતા. આરોપીઓએ પોલીસ અધિકારીઓ સાથેના તેમના ફોટા પણ બતાવ્યા હતા. આ તમામ આરોપીઓ અન્ય કેટલાક કેસમાં બાતમીદાર પણ રહી ચૂક્યા છે. પોલીસે ચારેય આરોપીઓ ઢાલગરવાડના શહેઝાદ તેજાબવાલા, જમાલપુર વિસ્તારમાંથી ઇમરાન અજમેરી, ઈમ્તિયાઝ શેખ અને મઝહર તેજાબવાલાની ધરપકડ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ડ્રગ્સ રેકેટમાં તેજાબવાલા બંધુઓ માસ્ટર-માઇન્ડ હતા. પોલીસ તપાસમાં બન્ને આરોપીઓ 10 જેટલા ડ્રગ્સ પેડલર સાથે સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 10,000 રૂપિયા પ્રતિ ગ્રામે મળતું ઓરીજનલ મેફેડ્રોન તેમની પાસેથી મળી આવ્યું હતું.