ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારી વકીલ દ્વારા રજૂ થયેલા સોગંદનામાના આરોપો, ખૂબ જ ખોટા

ગોધરા 2002નો સમગ્ર મામલામાં(Gujarat Godhrakand Riots) તિસ્તા અને R.B શ્રીકુમારે નિયમિત જામીન માટે સેશન કોર્ટમાં અરજી(Application in Sessions Court) કરી હતી. જામીન અરજી બાબતે આજે જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, આ મામલે આજે વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી.

સરકારી વકીલ દ્વારા રજૂ થયેલા સોગંદનામાના આરોપો, ખૂબ જ ખોટા
સરકારી વકીલ દ્વારા રજૂ થયેલા સોગંદનામાના આરોપો, ખૂબ જ ખોટા

By

Published : Jul 18, 2022, 10:37 PM IST

અમદાવાદ:2002ના ગોધરાકાંડના(Gujarat Godhrakand Riots) રમખાણો બાદ સુપ્રીમ કોર્ટના આદેશ(Supreme Court order) બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તિસ્તા સેતલવાડ RB શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. RB શ્રીકુમારે, નિયમિત જામીન માટે થઈને સેશન્સ કોર્ટમાં(Sessions Court Ahmedabad) અરજી કરવામાં આવી હતી. ગત સુનાવણીમાં સરકારી વકીલ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

આ પણ વાંચો:Gujarat riots : SITએ કર્યો મહત્વનો ખૂલાસો, ત્રણેય આરોપીઓએ ષડયંત્ર રચવા લીધા લાખો રૂપિયા

તિસ્તા અને RB શ્રીકુમારે મામ આરોપોને નકાર્યા -આ મામલે આજે વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. સેતલવાડના વકીલ દ્વારા જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમના તરફથી રજૂઆત હતી કે, તિસ્તા અને RB શ્રીકુમારે પોતાની ઉપર લાગેલા તમામ આરોપોને નકાર્યા છે. પોલીસ તપાસમાં જે તથ્યો સામે લાવ્યા છે, તે પાયાવિહોણા હોવાની પણ આરોપીએ રજૂઆત કરી હતી.

RB શ્રીકુમાર, આક્ષેપો પણ પાયાવિહોણા છે -અહેમદ પટેલ જોડેથી જે પૈસા લીધા હોવાનો પોલીસે આક્ષેપ લગાવેલો પણ તિસ્તા સેતલવાડએ નકારી દીધો હતો. બનાવટી સોગંદનામાં અંગેનો આક્ષેપ પણ તિસ્તાએ નકારી દીધો છે. બીજી તરફ RB શ્રીકુમાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, મેં જે પણ સોગંદનામાં કર્યા છે તે નાણાવટી પંચમાં(Finance Commission Affidavit) કર્યા હતા. જેના આધાર પર કોઈને સજા થઈ શકે નહીં. આથી ગંભીર ગુનામાં સંડોવી દેવા બાબતમાં આક્ષેપો પણ પાયાવિહોણા(Allegations are Baseless) છે. અમારી પર જે પણ કેસ થયા છે તે ખૂબ જ ખોટા કેસ થયા છે. એવી રજૂઆત પણ કોર્ટમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો:ભાજપ સરકારને બરતરફ કરવાના ષડયંત્રનો ભાગ હતી તિસ્તા સેતલવાડ

20 જુલાઈના રોજ વધુ સુનવણી -RB શ્રીકુમારના વકીલ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને પ્રોટેસ્ટની બીમારી હોવાના લીધે તેમને ઘણી બધી તકલીફ પડી રહી છે. તેથી તેમને નિયમિત જામીન અરજી આપવામાં આવે. બીજી તરફ આરોપીઓ દ્વારા આક્ષેપોને નકારી દેવામાં આવતા સરકારી વકીલે, આ બાબતે સમય માંગ્યો હતો. જોકે કોટનો સમય પૂર્ણ થઈ જતા સુનાવણી મુલતવી રહી હતી. આ સમગ્ર મામલે હવે 20 જુલાઈના રોજ વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details