અમદાવાદઃ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. આ કહેવત અમદાવાદની 10 વર્ષની બાળકીએ સાર્થક કરી છે. બિયંકા નામના બાળાએ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ કોરોના સમયમાં જ્યારે બધા ઘરમાં હતા તે સમયે 10 વર્ષની નાની બાળકી બિયાંકા દલવાણીએ કોરોનાને હરાવવા માટે પોતાના ઘરમાં મંત્ર જાપ કરવાનું શરૂ કર્યું છે.
10 વર્ષની બાળકીએ વધાર્યું અમદાવાદનું ગૌરવ, વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
બિયંકા નામના બાળાએ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ કોરોના સમયમાં જ્યારે બધા ઘરમાં હતા તે સમયે 10 વર્ષની નાની બાળકી બિયાંકા દલવાણીએ કોરોનાને હરાવવા માટે પોતાના ઘરમાં મંત્ર જાપ કરવાનું શરૂ કર્યું છે.
અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકીએ કોરોના સામે લડવાનું નક્કી કરી લીધું છે. આ બાળકી લોકડાઉનના પહેલા દિવસથી અત્યાર સુધી રોજ વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે યજ્ઞ કરે છે. આ બાળકીના ઉચ્ચ વિચારો અને ઉમદા કાર્યો માત્ર પરિવાર પૂરતા સીમિત નથી પરંતુ આસપાસમાં રહેતા રહેવાસીઓ તથા તેના આ યજ્ઞકાર્યમાં ઓનલાઇન ફેસબુકના માધ્યમથી ભારતભરના લોકો તેની સાથે આ કાર્યક્રમમાં જોડાય છે. ઓનલાઇન શિક્ષણ આપીને જે પણ અનુદાન મળે છે તે તેનો ઉપયોગ મૂંગા શ્વાનોને ખવડાવવા માટે કરી રહી છે. તેમજ આ બાળકીને આટલી ઉંમરમાં અલગ-અલગ એવોર્ડ પણ મળ્યા છે. આ સાથે જ પોતાના લાંબા વાળનું જતન કરીને તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ તેનું સ્થાન અંકિત કર્યું છે.
બિયંકાએ સાત વર્ષની ઉંમરમાં કોમ્પ્યુટર પ્રોગ્રામમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાન અંકિત કર્યું હતું . સાથે સાથે જ દેશમાં નાની ઉંમરમાં સૌથી લાંબા વાળનો રેકોર્ડ પણ તેના નામે કર્યો છે. ત્યારે આ નાની બાળકીને ઉત્સાહ વધારવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યપાલે પણ તેને શુભેચ્છા પાઠવી હતી. આમ, આ બાળકી માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરે તેવા દૃષ્ટિકોણથી આગળ વધી રહી છે.