ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલ વિશ્વાસ માટે આભાર: ભરત પંડ્યા - Deputy Chief Minister Nitin Patel

ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના સંદર્ભમાં 25 જુન, 2019ના પરિપત્રનો અમલ સ્થગિત રાખવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવેને આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા.

Bharat Pandya
પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલા વિશ્વાસ માટે આભારઃ ભરત પંડ્યા

By

Published : Jul 17, 2020, 10:55 PM IST

અમદાવાદ: ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના સંદર્ભમાં 25 જુન, 2019ના પરિપત્રનો અમલ સ્થગિત રાખવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવેને આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલા વિશ્વાસ માટે આભારઃ ભરત પંડ્યા

ભરત પંડ્યાએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, રાજ્યના સમગ્ર શિક્ષક આલમને સ્પર્શતા ઉચ્ચ્તર પગાર ધોરણ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના હિતમાં લેવાયેલા આ સંવેદનાસભર નિર્ણય, સરકારની હકારાત્મક નીતિ અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટેની તત્પરતાની પ્રતીતિ કરાવે છે.

ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે,રાજ્યની ભાજપા સરકારે હંમેશા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ નાગરિકોની સુખાકારી અને કલ્યાણકારી નીતિને જ પ્રાધાન્ય આપ્યું છે. સાથે-સાથે મુખ્યપ્રધાને લોકલાગણી અને લોકમાંગણીને પ્રાથમિકતા આપી સંવેદના સાથે સતત મજબૂત નિર્ણયો લીધા છે. જેના લીધે તમામ બાબતોમાં વિવાદ નહીં પરંતુ સંવાદનો હકારાત્મક અભિગમ સરકારે અપનાવ્યો છે.

ભરત પંડ્યા ઉમેર્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા તમામ સંવર્ગના કર્મચારીઓનું હિત જળવાય તેની ખેવના હંમેશા કરી છે અને કર્મચારીઓના તમામ પ્રશ્નોનું સુખદ અને કર્મચારીઓના હિતમાં નિરાકરણ આવે તે માટે હંમેશા તત્પરતા દાખવી છે. રાજ્યના 65 હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા આ પ્રશ્નના ઉકેલ માટે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાને દાખવેલા તત્પરતા અને લીધેલા લાગણીસભર નિર્ણય ભાજપા સરકાર અને સંગઠનના પ્રજાલક્ષી અભિગમ તેમજ ' સતા એ સેવાનું માધ્યમ ' ના વિચારોનું પ્રતિબિંબ છે.

રાજ્યના શિક્ષક સમુદાયને આ મૂદે વ્યકિતગત કે સામૂહિક દ્રષ્ટિથી શિક્ષકને કોઇપણ સંવર્ગમાં આર્થિક નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર સંકલ્પબદ્ધ છે. અંતમાં ભરત પંડ્યાએ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલા વિશ્વાસ માટે આભાર અને તેઓની સમસ્યાનું સમાધાન થવા માટે અભિનંદન પાઠવ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details