- દેશમાં કોરોના સંક્રમણ ઉચ્ચ સપાટીએ
- મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમણ
- સંક્રમણ ફેલાતું અટકાવવા રાજ્યોએ નાના- મોટા પગલા લીધા
- આકરા પગલા હાલ શક્ય નહીં ?
અમદાવાદ: લોકડાઉન બાદ ફરીથી આર્થિક ગતિવિધિઓનો વ્યાપ વધતા સમય લાગ્યો છે. જેથી ફરીથી આકરા પગલાં ભરવા તે રાજ્ય સરકારોને પોષાય તેમ નથી. રાજ્યો વધતા કોરોના સંક્રમણને રોકવા સામાન્ય પગલાંઓ લઇ રહ્યાં છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાઇ રહ્યાં છે. ગુજરાતમાં પણ મોટા શહેરોમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે. ગુજરાતના આરોગ્ય વિભાગે નોંધ્યું છે કે, ગુજરાતમાં આવેલા કોરોના સંક્રમિત કેસોમાં મહારાષ્ટ્રથી આવેલા લોકોનો સંપર્ક ટ્રેસ થયો છે. જેને લઇને હવે ઓચિંતા પગલાં ભરવા પડે તેવી જરૂરિયાત વર્તાય છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે, મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા દરેક વ્યક્તિએ ફરજિયાત કોરોનાનો RT- PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈશે. જે 72 કલાક સુધી માન્ય ગણાશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું સ્ક્રિનિંગ પણ થશે.
આ પણ વાંચો :વડોદરામાં OSD વિનોદ રાવની નર્સિંગ કોલેજના આચાર્યો સાથે બેઠક યોજાઈ