અમદાવાદઃ શહેરના જુહાપુરા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા એક અવાવરું જગ્યાએ એક શખ્સને મારી રહ્યા છે. જે વ્યક્તિને મારી રહ્યા છે, તેનું નામ ફૈઝાન શેખ છે. જ્યારે ફૈઝાનને મારનાર શખ્સો સમીર પઠાણ ઉર્ફે પેંદી અને તેના ગેંગના સાગરિતો છે. જ્યારે ફેઝાન શેખ થોડા સમય પહેલા સમીર પઠાણનો મિત્ર હતો. પરંતુ એક ઝઘડામાં તેણે સમીરનો સાથ ન આપતા બંને વચ્ચે મનદુઃખ થયું હતું. પરંતુ ત્યારબાદ સમીરે ફૈઝાનને સમાધાન કરવાનું છે, તેમ જણાવી ફોસલાવીને અવાવરું જગ્યાએ બોલાવીને માર માર્યો હતો. ફૈઝાન દ્વારા માર મારવાના આરોપસર પાંચ વ્યક્તિઓ સામે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સમીર પેન્દી ગેંગનો આતંક, વીડિયો વાયરલ - Juhapura Arya gang
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સમીર પેન્દી ગેંગનો ત્રાસ છે. આ ગેંગ દ્વારા લોકોને ધમકી આપી અને ખંડણી માંગવાનું કામ થાય છે. રાત્રિના સમયે હથિયારો સાથે ટિકટોક વિડીયો બનાવે છે અને લોકોને ભયભીત કરે છે.
ઉલ્લેખનીય છે કે, ફૈઝાને જે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, તેમાં સુલતાન ખાનનું નામ પણ સામેલ છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સુલતાન ખાન ગેરકાયદેસર રીતે જમીનની લે-વેચનો ધંધો કરે છે. સાબરમતી નદીના પટમાં પણ તેને ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રકશન કર્યું છે અને ત્યાં મકાનોની ગેરકાયદેસર રીતે લે-વેચ કરે છે અને જે તેની સામે બોલે છે તેને માર મારવાની ધમકી મળે છે. તેને ગરીબ લોકો પાસેથી પાણીના કનેક્શનના 500થી 300 રૂપિયા ઉઘરાવે છે. તો બીજી તરફ આ ગેંગ સામે આ ત્રીજી FIR નોંધવામાં આવી છે. જેમાં આરોપીઓમાંના એક સલીમખાન પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો છે.