અમદાવાદ : કોરોના વાઈરસ જે રીતે દુનિયાભરમાં પગપેસારો કર્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે. ભારતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. નોંધનીય છે કે હાલ 14 એપ્રિલ સુધી દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. અમદાવાદ શહેર પોલીસની વાત કરીએ તો પોલીસ હાલ 12-12 કલાકની શિફ્ટમાં કામગીરી કરી રહી છે. શહેરમાં જે રીતે કોટ વિસ્તારોમાં કેસ વધ્યા છે, ત્યાં પણ પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આવા સંજોગોમાં પોલીસની સુરક્ષા પણ ખૂબ જ જરૂરી છે. જેને લઈને શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાની સૂચના અને માર્ગદર્શનના આધારે શહેરની તમામ 1800-2000 ગાડીઓ સેનિટાઇઝ કરવામાં આવી રહી છે.લૉકડાઉનમાં પણ પ્રેસ, બેંક, મેડિકલ સ્ટોર સહિતની સેવાઓ ચાલુ જ છે.
અમદાવાદ શહેરની પોલીસ 24 કલાક કામ કરતી હોવાથી તેમના માટે ટેન્ટ સુવિધા
કોરોના વાઈરસ જે રીતે દુનિયાભરમાં પગપેસારો કર્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે. ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. નોંધનીય છે કે, હાલ 14 એપ્રિલ સુધી દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
દિવસે ને દિવસે વધતી જતી આ ગરમીમાં ક્યારેક પોલીસકર્મીઓ ને પૂરતી સુવિધા મળતી નથી તો તેના માટે શહેરના ડોક્ટર નીતિન સુમન શાહે જેટલી પણ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યાં ટેન્ટ બાંધવાની સુવિધા આપવાનું નક્કી કર્યું છે જેમાં પાણી, સેનીટાઈઝર ઉપલબ્ધ રહેશે અને આ ગરમીમાં થોડી ઠંડક મળે તે માટે તેમને ટેન્ટ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કુલ ૬૮ કેટલી જગ્યાએ આ ટેન્ટ બાંધવામાં આવશે જેના લીધે ચોવીસ કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ગરમીમાં થોડી રાહત મળી શકે. કેટલાક પોલીસકર્મીઓને ઘરે જવા પણ મળતું નથી અને આ lockdown લોકોને પાલન કરાવવા માટે ડ્યુટી પર જ રહેવું પડતું હોય છે, ત્યારે આ સુવિધા તેમના માટે સારી ગણી શકાય તેમ છે