- અમદાવાદ શહેરમાં આજે શુક્રવારથી તમામ મોટા મંદિરો ભક્તોના દર્શન માટે ખુલ્યા
- તમામ મંદિરોમાં social distance અને 50 ભક્તોને દર્શન કરવા અનુમતિ
- સમગ્ર મંદિર પરિસરને સેનિટાઈઝર કરવામાં આવ્યું
અમદાવાદ : રાજ્યમાં બે મહિના બાદ આજે શુક્રવારે મંદિર ખુલી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં આવેલા જમાલપુર મંદિર પણ ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. જેથી ભક્તો પણ કોરોનાની ગાઈડલાઈન સાથે દર્શન કરવા પહોંચ્યા હતા, ત્યારે માસ્ક social distance અને એક સાથે 50 લોકોની મર્યાદામાં દર્શન માટે મંદિર શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ભગવાનના દર્શન કરવા આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં આશરે દોઢ મહિના બાદ મંદિરોના દ્વાર ખુલ્યા આ પણ વાંચો : ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી
કોવિડની ગાઈડલાઈન પ્રમાણે મંદિરના દ્વાર ખુલ્યા
જગન્નાથ મંદિરે દર્શન કરવા આવેલ ભક્તોએ જણાવ્યું હતું કે, હાથી મંદિર ખુલતા ખૂબ જ આનંદ છે. બે મહિના બાદ ભગવાનના દર્શન કરવા મળ્યા છે. લોકો social distance અને માત્ર શહેરી દર્શન કરવા આવ્યા હતા, ત્યારે પહેલા દિવસે બહુ ઓછા લોકો દર્શન માટે દેખાયા હતા. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું જગન્નાથ મંદિર ભક્તો માટે ખુલ્લું કરવામાં આવ્યું છે. તમામ કોરોના ગાઇડલાઇન પાલન સાથે જગન્નાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય દ્વાર પર બનાવવામાં આવી છે. આ ઉપરાંત social distance રાખવા માટે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : 11 June થી ખૂલશે ભગવાનના દ્વાર - સોમનાથ મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન
મંદિર ખૂલ્યા તેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો
મંદિર દ્વારા પણ લોકોને કોરોના રસી લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ મંદિરમાં 50 જેટલા લોકોને એકસાથે દર્શન કરવા માટે અનુમતિ આપવામાં આવી છે. જ્યારે 50 લોકો દર્શન કરીને બહાર આવે ત્યારબાદ બીજા લોકોને અંદર પ્રવેશ આપવામાં આવે છે. તો બીજી તરફ ભક્તોમાં પણ મંદિર ખૂલ્યા તેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.