અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના દરેક કાર્યોમાં બાધા રુપ સાબિત થયો છે, કોરોના અંતર્ગત અષાઢી બીજ નીમીત્તે દેશની બીજા નંબરની અને રાજ્યની પ્રથમ નંબરની શહેરમા યોજાનારી જગન્નાથની રથયાત્રા પણ રદ કરવામાં આવી હતી, રથયાત્ર રદ કરવાથી સરકાર સામે વિવાદ થયો છે. રથયાત્રા અંગે મહંત દિલીપદાસજી બાપુએ જણાવ્યુ કે, રથયાત્રા રદ્દ કરી સરકારે અમારો ભરોસો તોડ્યો છે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે, અષાઢી બાજના દિવસે સવાર સુધી રથયાત્રા યોજાશે એવો અમને પુરેપુરો ભરોસો હતો. છતાં આખરી સમયે અમને ખબર પડી કે અમે છેતરાયા છીએ.
રથયાત્રા મુદ્દે મહંત લક્ષ્મણદાસજીનો બળાપો, કહ્યું- હાઇકોર્ટ સમગ્ર રાજ ચલાવે તો CMની શું જરૂર..? - gujrat goverment on rathyatra
અમદાવાદમાં રથયાત્રા મુદ્દે સરકાર સામે મંદિરના મહંત અને સરસપુર ગાદીપતિએ આક્રોષ વ્યક્ત કર્યો. મહંતે કહ્યુ કે, 48 કલાકમાં રથયાત્રા અંગે કોઈ નિર્ણય નહિ આવે તો સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. તેમજ સરકાર 48 કલાકમાં નિર્ણય કરે તો મંદિરના મહંત લક્ષ્મણ દાસજીબાપુએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
![રથયાત્રા મુદ્દે મહંત લક્ષ્મણદાસજીનો બળાપો, કહ્યું- હાઇકોર્ટ સમગ્ર રાજ ચલાવે તો CMની શું જરૂર..? અમદાવાદ રથયાત્રા અંગે મંદિરના મહંતોએ સરકાર સામે કર્યો વિવાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7749683-728-7749683-1592990719816.jpg)
બુધવારે ભગવાન જગન્નાથને તેમની ગાદી પર બિરાજમાન કર્યા બાદ રથયાત્રા અંગે મહંત દિલીપદાસજી બાપુ પોતાની મનની વાત કરતા ગળગળા થઈ ગયા હતા. તેઓએ જણાવ્યું કે, રથયાત્રા યોજવા મુદ્દે અમારી સાથે રમત રમાઈ ગઈ છે. અમને જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ હતો કે, રથયાત્રા યોજાશે. પરંતુ આખરે ખબર પડી કે, અમે છેતરાયા છીએ. મેં એક ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મુક્યો હતો, જે સૌ ભક્તો અને અમને ભારે પડ્યો છે.
બીજી તરફ સરસપુરના નાની વાસણ શેરીના ગાદીપતિનું સૌથી મોટું નિવેદન સામે આવ્યુ છે. લક્ષ્મણ દાસજીએ રથયાત્રા મુદ્દે સરકારને આત્મહત્યા કરવાની ચીમકી આપી છે. તેઓએ સરકારને 48 કલાકનો સમય આપ્યો છે, તેમજ જણાવ્યું કે, સરકારે રથયાત્રા ન યોજાય તો રાજીનામું આપી દેવું જોઈએ. 48 કલાકમાં સરકાર નિર્ણય નહિ લઈ શકે તો, પોતે આત્મહત્યા કરી લેશે.