અમદાવાદ/નવી દિલ્હીઃ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર એલાઈમેન્ટ અને 4 સ્ટેશનો માટે આવરી લેનારા 47 ટકા જેટલા સૌથી મોટા ટેન્ડર માટેના ટેકનિકલ બિડ્સ ખોલી છે. મુંબઇ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે 237 કિલોમીટરની મુખ્ય લાઇનની ડિઝાઇન અને નિર્માણ માટે ટેકનિકલ બિડ બુધવારે ખોલવામાં આવી હતી.
મુંબઇ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે 237 કિલોમીટરની મુખ્ય લાઇનની ડિઝાઇન અને નિર્માણ માટે ટેકનિકલ બિડ બુધવારે ખોલવામાં આવી આ ટેન્ડર ગુજરાત રાજ્યના વાપી અને વડોદરા વચ્ચેના 808 કિલોમીટરની કુલ ગોઠવણીના લગભગ 47 ટકા આવરી લે છે. જેમાં વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ સહિતના 4 સ્ટેશન તથા 24 નદી અને 30 રસ્તા તથા ક્રોસિંગ સામેલ છે. આ સંપૂર્ણ વિભાગ ગુજરાત રાજ્યનો છે, જ્યાં આ પ્રોજેક્ટ માટે 8 ટકાથી વધુ જમીન હસ્તગત કરવામાં આવી છે.
મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ફરીથી કાર્ય શરૂ થયું સાત મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કંપનીઓ સાથે જોડાયેલા કુલ ત્રણ બિડરોએ સ્પર્ધાત્મક બોલીમાં ભાગ લીધો છે.
બિડરોના નામ આ પ્રમાણે છે
- આફકન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ
- આઈઆરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ
- જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ
- કન્સોર્ટિયમ
- લાર્સન એન્ડ ટુબ્રો લિ.
- એનસીસી લિમિટેડ
- તાતા પ્રોજેક્ટ લિમિટેડ
- જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિ.
- એચએસઆર કન્સોર્ટિયમ
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ નિર્માણ દરમિયાન 90,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. આ પ્રોજેક્ટ સાથે માત્ર રોજગારી સર્જાશે તેમ નહીં, પરંતુ પ્રોડક્શન અને મેન્યુફેકચરિંગ બજારને પણ વધુ આશા છે. એક અંદાજ મુજબ લગભગ 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ, 21 લાખ મેટ્રિક ટન સ્ટીલ, અને 1.4 લાખ મેટ્રિક સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવશે. જે તમામ મટિરિયલ ભારતમાં બનાવવામાં આવશે.
મુંબઈ- અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર માટે ટેકનિકલ ટેન્ડર ખૂલ્યાં