અમદાવાદ: 4,200 ગ્રેડ પે (teacher grade pay in gujarat) મામલો ફરી એકવાર ઉછળતો જોવા મળી રહ્યો છે. આ મામલે 11,000 શિક્ષકો ફરી એકવાર સરકાર સામે આંદોલન (Teachers Protest In Gujarat) પર ઉતરશે. સરકારે 4 મહાનગર પાલિકાના અને 13 નગરપાલિકાના શિક્ષકો (Teachers of Gujarat Municipalities)ને 4,200 ગ્રેડ પે નહીં આપતા હવે શિક્ષકોની ધીરજ ખૂટી છે. હવે 3 મેના દિવસે પ્રતીક રૂપે સત્યાગ્રહ છાવણી (satyagrah chhavani gandhinagar)માં શિક્ષકો આંદોલન કરશે. સરકાર વાત નહીં સાંભળે તો શિક્ષકોએ 9 મેથી અનિશ્ચિત મુદ્દતનું ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વારંવાર રજૂઆત કરવા છતા નિરાકરણ ન આવ્યું- ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ (primary teachers association gujarat) દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષકોને પણ પ્રથમ ઉચ્ચતર પગારધોરણ 5,000–8,000 (4,200 ગ્રેડ પે) મળે તે માટે વારંવાર રજૂઆત કરવા છતાનિવેડો આવ્યો નથી. સરકાર સાથેની મીટિંગો પછી પણ માત્ર રાજકોટ અને જામનગરના શિક્ષકો (Teachers of Jamnagar)ને જ આ લાભ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. જ્યારે રાજ્યની બાકી રહેતી 4 મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર તેમજ 13 નગરપાલિકાઓ (teachers in Gujarat municipalities)ના કુલ અંદાજીત 11,000 જેટલા પ્રાથમિક શિક્ષકોને હજુ સુધી ઉચ્ચતર પગારધોરણનો કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચો:Ambedkar Jayanti 2022 : શા માટે, રાજ્યના દોઢ લાખ શિક્ષકો આગામી દિવસોમાં વિધાનસભાનો કરશે ઘેરાવો