અમદાવાદઃ ગુરુ શિષ્યના પવિત્ર સબંધ પર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીને થોડા દિવસો પહેલાં તબિયત ખરાબ થઇ હતી. જેથી તેના માતા પિતા તેને ડોકટર પાસે લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેના પ્રાઇવેટ ભાગે ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના સામે આવતા માતાપિતા સમસમી ગયા હતા અને બાળકની પૂછપરછ કરતા ચોંકાવનારી વાત સામે આવી હતી.
અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થી સાથે કર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય - પવિત્ર સબંધ
સમાજમાં શિક્ષકનું એક આગવું સ્થાન છે અને બાળકના જીવનમાં શિક્ષકએ મહત્વની ભૂમિકા ભજવે ત્યારે આવા જ ગુરુ-શિષ્યના પવિત્ર સબંધ પર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીને થોડા દિવસો પહેલાં તબિયત ખરાબ થતા, તેના માતા પિતા તેને ડોકટર પાસે લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેને પ્રાઇવેટ પાર્ટના ભાગે ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના સામે આવતા માતાપિતા સમસમી ગયા હતા અને બાળકની પૂછપરછ કરતા ચોંકાવનારી વાત સામે આવી હતી.

બાળકની પૂછપરછ કરતા તેણે તેના જ શિક્ષકે કરેલા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની વાત કહી હતી. સમગ્ર મામલે સોલા પોલીસે ગુનો નોંધી હેવાન શિક્ષકની ધરપકડ કરી છે. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં એક વિદ્યાર્થીના પરિવારે ફરિયાદ નોંધાવી છે. આ પરિવારનો આક્ષેપ છે કે તેઓએ તેમના પુત્રને ખાનગી ટ્યુશનમાં મોકલતા હતા. ત્યારે થોડા દિવસો પહેલા વિદ્યાર્થીને તબિયત ખરાબ થયા હતા. જેથી તેઓ તેને ડોકટર પાસે લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીના પ્રાઇવેટ ભાગે ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી બાળકની પૂછપરછ કરતા તેણે તેના જ શિક્ષકે કરેલા કૃત્યની વાત કહી હતી. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો અને આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.
જો કે વિદ્યાર્થીઓને ભણાવતો આજે આ શિક્ષક કાયદાનો પાઠ ભણવા માટે સોલા પોલીસ સ્ટેશનમાં આવી ગયો છે. આ ઘટનાથી પરિવાર અને વિદ્યાર્થી માનસિક રીતે ભાંગી પડ્યા છે, ત્યારે પોલીસે હાલ એ તપાસ કરી રહી છે કે આ સિવાયના અન્ય કોઈ વિદ્યાર્થીઓ સાથે આ શિક્ષકએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે કે કેમ ?