ગુજરાત

gujarat

ETV Bharat / city

કમિશનની લાલચે કૌભાંડ ઊંઝા એપીએમસીના નકલી લાયસન્સથી 600 કરોડની કરચોરી આચરી

ઊંઝા APMCના નકલી લાઇસન્સધારકના નામે ખાતું ખોલાવી 600 કરોડ રુપિયાની કરચોરી કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગે કરોડોના ટ્રાન્ઝેક્શન આધારે નોટિસ આપતા આરોપીઓએ ષડયંત્ર રચ્યું હતું. ઘાટલોડિયા પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી અરજદાર વ્યક્તિની જ આરોપી તરીકે ધરપકડ કરી છે. Tax Evasion Case in Ahmedabad Aug 2022 , Fake licensee of Unjha APMC , Income tax Notice , Transaction commissions case

કમિશનની લાલચે કૌભાંડ ઊંઝા એપીએમસીના નકલી લાયસન્સથી 600 કરોડની કરચોરી આચરી
કમિશનની લાલચે કૌભાંડ ઊંઝા એપીએમસીના નકલી લાયસન્સથી 600 કરોડની કરચોરી આચરી

By

Published : Aug 31, 2022, 6:24 PM IST

અમદાવાદ ઉંઝા એપીએમસી માર્કેટના નકલી લાઈસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રુપિયા 500 થી 600 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું હતું. આ કૌભાંડમાં ખાતેદારોને 1 કરોડના ટ્રાન્જેક્શન ઉપર રૂ.10 હજાર કમિશન આપવામાં આવતું હતું. જો કે ખાતેદારોને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસો આપતા કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું હતું. જેને લઈને 6 લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

ઘાટલોડિયા પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી અરજદાર વ્યક્તિની જ આરોપી તરીકે ધરપકડ કરી

કમિશન પેટે 10 હજારની લાલચ આ કેસમાં પોલીસે ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખ,ઋતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી ધારક પટેલની ધરપકડ કરી. આરોપી ઋતુલ પટેલ ધારકના ફોઈનો દીકરો થાય છે. ઋતુલે ધારકને એવી ઓફર આપી હતી કે અમે તારા નામથી ઉંઝા એપીએમસી માર્કેટનું લાઈસન્સ કઢાવીને જીરુ, વરિયાળી તેમજ અન્ય અનાજના ખરીદવેચાણનો ધંધો કરવા માંગીએ છીએ.જેના 1 કરોડના ટ્રાન્જેકશનના કમિશન પેટે તમને 10 હજાર મળશે.

આ પણ વાંચો મહેસાણા GST ટિમે બનાસકાંઠામાંથી રૂ. 14 લાખની કરચોરી ઝડપી પાડી

ઈન્કમટેક્સ વિભાગે નોટિસ આપતાં કરી અરજીઆરોપીઓએ કરંટ એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન પણ કર્યા હતા. જેથી ધારકે ઋતુલને તેના ડોકયુમેન્ટસ આપ્યા હતાં. જેના આધારે આરોપીઓએ ધારકના નામનું ઉંઝા એપીએમસી માર્કેટનું ખોટુ લાઈસન્સ કઢાવીને ધારકના નામનું બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જો કે ધારકના ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન થવા લાગ્યા હોવાથી તેને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ આપી હતી. જેથી આ અંગે ખુદ ધારકે જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે ઋતુલ પટેલ ઉદય મહેતા તેમજ અન્ય લોકોએ ભેગા મળીને ધારકના ડોકયુમેન્ટસનો દુરુઉપયોગ કરીને તેના નામ ઉપર ઉંઝા એપીએમસી માર્કેટનું નકલી લાઈસન્સ કઢાવ્યુ હતું. જેના આધારે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન કર્યા હતાં.

આ પણ વાંચો sessions court in gujarat : ઉત્કર્ષ ઈસ્પાતના ભાગીદાર નીરજ અને CA હિમાંશુની જામીનની અરજી સેશન્સ કોર્ટે ફગાવી

સકંજો કસાયોઆ મામલે પોલીસે તપાસ કરતા ઋતુલ અને ઉદયએ ધારકની જેમ જ યોગેશ મોદી ચિન્મય પટેલ મૌલિક પારેખના નામે પણ ખોટા લાઈસન્સ કઢાવીને તેમના કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતાં. જેમાં ઉદય અને ઋતુલે 500 થી 600 કરોડના ટ્રાન્જેકશન કરીને ઈન્કમટેક્સની ચોરી કરી હતી. જેથી ઘાટલોડિયા પોલીસે ધારકની અરજીની તપાસ કરતા આ કૌભાંડમાં ધારકે પણ કમિશનની લાલચમાં આવીને લાઈસન્સ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસે 6 એ આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બ્લેક મની વ્હાઈટ કરવામાં આવ્યાં આ કૌભાંડમાં બ્લેક મની વ્હાઈટ કરીને ઈન્કમટેક્સની ચોરી કરવામાં આવી છે. જેથી આ અંગે આઈટી અને ઈડી બંને ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે. આ બંને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા પણ કરચોરીના આ કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે અન્ય આરોપીઓ પકડાયા બાદ તેઓનો શું રોલ હતો તે બાબતે પણ વધુ તપાસ બાદ નવા ખુલાસા સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details