ગુજરાત

gujarat

ETV Bharat / city

તાતા પાવર સોલાર કંપની દ્વારા ધોલેરા હેલ્થ સેન્ટરને પાંચ ઓક્સિજન કોનસ્ટ્રેટરનું અનુદાન - ahmedabad news

વર્તમાન સમયમાં કોરોના મહામારી ચાલી રહી છે તેને ધ્યાને લઇ કેબિનેટ કક્ષાના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લોકસેવાના હિતાર્થ પાંચઓક્સિજન કોનસ્ટ્રેટર સેન્ટર ધોલેરા તાલુકા હેલ્થ સેન્ટરને ફાળવવા તાતા પાવર સોલાર કંપનીને જાણ કર્યા પ્રમાણે કંપનીએ કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સારવારમાં ઉપયોગી ઉપકરણ આજે અર્પણ કરેલ છે.

તાતા પાવર સોલાર કંપની દ્વારા ધોલેરા હેલ્થ સેન્ટરને પાંચ ઓક્સિજન કોનસ્ટ્રેટરનું અનુદાન
તાતા પાવર સોલાર કંપની દ્વારા ધોલેરા હેલ્થ સેન્ટરને પાંચ ઓક્સિજન કોનસ્ટ્રેટરનું અનુદાન

By

Published : May 28, 2021, 8:35 AM IST

  • તાતા પાવર સોલાર કંપની દ્વારા પાંચ લિટરના 5 ઓક્સિજનનું કરાયું અનુદાન
  • કોરોનાગ્રસ્ત દર્દીઓનું ઓક્સિજન લેવલ નીચે જવા પામે ત્યારે આ ઉપકરણ અતિ ઉપયોગી
  • શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની માંગણીને ધ્યાને લઇ અપાયું અનુદાન

અમદાવાદ:ધોલેરા તાલુકા મથકે ITIમાં આઇસોલેશન વોર્ડની સુવિધા કરવામાં આવી છે, પરંતુ ત્યાં દાખલ થનાર દર્દીઓને સારવાર દરમિયાન એકાએક ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. ત્યારે ઓક્સિજનની માત્રા વધારવી આવશ્યક છે તેવા સંજોગોમાં ઓક્સિજન કોનસ્ટ્રેટરની આવશ્યકતા હતી તેવા સમયે તાલુકા હેલ્થ સેન્ટરને તાતા પાવર સોલાર કંપની (Tata power solar compony)દ્વારા ઉપરોક્ત પાંચ મેડીકલ ઉપકરણો આપી માનવ સેવા ધર્મ કંપની દ્વારા નિભાવવામાં આવેલી છે.

આ પણ વાંચો:તાતા પાવર ગુજરાતમાં 120 મેગાવૉટની ક્ષમતા ધરાવતો સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવશે

પાંચ લિટરના પાંચ ઓક્સિજન કોનસ્ટ્રેટરની ભેટ

આ યોજાયેલી કાર્યક્રમ અંતર્ગત બાબુભાઈ જે પટેલ દસકોઈ ધારાસભ્ય, ટાટા પાવર સોલાર કંપનીના પ્રતિનિધિ હર્ષલ દેસાઇ, દીપક જાદવ,, નાયબ કલેકટર પારૂલબેન, ધોલેરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ભાવિનભાઈની ઉપસ્થિતિમાં તાતા પાવર સોલાર કંપનીના પ્રતિનિધિ હર્ષલ દેસાઇ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશભાઈ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઉપયોગી એવા પાંચ લિટરના પાંચ ઓક્સિજન કોનસ્ટ્રેટરની ભેટ આપેલી છે.

આ પણ વાંચો:ટાટા સ્ટિલ કંપની કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના બાળકોના ભણવાનો તમામ ખર્ચ ઉઠાવશે

ઓક્સિજન લેવલને અપ કરવા માટે ઓક્સિજન કોનસ્ટ્રેટર ઉપકરણ અતિ ઉપયોગી

ધોલેરા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ઉપકરણો જ્યારે કોરોનાગ્રસ્ત દર્દી સારવાર હેઠળ હોય અને તેનો એકાએક ઓક્સિજનનું લેવલ નીકળી ઘટી જાય તેવા સંજોગોમાં ઓક્સિજન લેવલને અપ કરવા માટે આ ઉપકરણ અતિ ઉપયોગી છે. હું આ દાતાઓને માનવ હિત અને લોક સેવાર્થે આપેલા મેડિકલ ઉપકરણો બદલ કંપનીનો આભાર વ્યક્ત કરું છું.

ABOUT THE AUTHOR

...view details