- અમદાવાદની તપન હોસ્પિટલની લુખ્ખી દાદાગીરી
- માત્ર 11 દિવસ દાખલ કોવિડ દર્દીનું બિલ લાખોનું બનાવ્યું
- મેડિસીનના નામે પરિવારજનો પાસેથી 44 હજાર પણ પડાવ્યા
- માત્ર 11 દિવસનું અધધ 4.10 લાખ બિલ બનાવી નાખ્યું
અમદાવાદઃ કોરોના કાળના કારણે કેટલીક હોસ્પિટલને તો લોકો પાસેથી પૈસા ખંખેરવાનો મોકો મળી ગયો છે. આવો જ એક કિસ્સો બન્યો શહેરની તપન હોસ્પિટલમાં. અહીં ઉઘાડી લૂંટ ચાલી રહી છે. અહીં પ્રહલાદ પટેલ નામના દર્દીને 14 તારીખે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બિલ 4 તારીખથી બનાવવામાં આવ્યું હતું.
તપન હોસ્પિટલની દાદાગીરી, દર્દીના સગાં પાસેથી પૈસા ખંખેરવા 4.10 લાખનું ખોટું બિલ બનાવ્યું ખોટું બિલ બનાવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ
દર્દીને દાખલ કર્યા બાદ 5 દિવસનું મેડિકલનું ખોટું બિલ બનાવ્યું હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 14 નવેમ્બરે દાખલ કર્યા અને 25 નવેમ્બરે દર્દીનું નિધન થયું છતાં 4થી 9 નવેમ્બરનું રૂપિયા 44 હજારનું ખોટું મેડિસીન બિલ બનાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા એક દિવસના 18 હજારનું કહી રૂપિયા 37 હજાર લેખે બિલ બનાવવામાં આવ્યું હતું. AMC નિયમને નેવે મૂકી ફરી તપન હોસ્પિટલ દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરી રહી છે.
તપન હોસ્પિટલની દાદાગીરી, દર્દીના સગાં પાસેથી પૈસા ખંખેરવા 4.10 લાખનું ખોટું બિલ બનાવ્યું કોર્પોરેશન તંત્ર હોસ્પિટલ પર નથી રાખી રહી નજરમહત્ત્વનું છે કે, તપન હોસ્પિટલ અગાઉ પણ ચર્ચામાં આવી ચૂકી છે. આ અગાઉ પણ અનેક દર્દીઓ પાસેથી તપન હોસ્પિટલ કોરોના કાળ ઉઘાડી લૂંટ કરી ચૂકી છે, ત્યારે કોર્પોરેશન તંત્ર પર સવાલ થઈ રહ્યો છે જે અધિકારીઓ દ્વારા ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કાળજી નથી રાખી રહ્યા? હોસ્પિટલના બિલ અંગે કોઈ નિયમનું પાલન કેમ નથી કરાવી રહ્યા ?