ગુજરાત

gujarat

ETV Bharat / city

Financial Fraudster in Ahmedabad: વ્હાઇટ કોલર જોબના લોન ધિરાણના મેનેજરે કરી લાખોની છેતરપિંડી

અમદાવાદમાં એક લોન ધિરાણ મેનેજરે(Loan lending manager)એક વેપારી પાસે લાખોની છેતરપિંડી કરી હતી. વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની(Financial Fraudster in Ahmedabad) ધરપકડ કરી છે.

Financial Fraudster in Ahmedabad: વ્હાઇટ કોલર જોબના લોન ધિરાણના મેનેજરે કરી લાખોની છેતરપિંડી
Financial Fraudster in Ahmedabad: વ્હાઇટ કોલર જોબના લોન ધિરાણના મેનેજરે કરી લાખોની છેતરપિંડી

By

Published : May 5, 2022, 10:43 PM IST

અમદાવાદ:ગોલ્ડ લોન અપાવાના બહાને લોનના મેનેજરે(Loan lending manager) એક વેપારી સાથે લાખોની છેતરપિંડી કરી હતી. મેનેજરે એક વેપારીના નામે ચાર લોન લઈ અને 48 તોલા સોનું પચાવી પાડ્યું હતું. વેપારીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે મેનેજરની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ કસ્ટડીમાં ઉભો આરોપી સાગર હિરપરાએ(Financial Fraudster in Ahmedabad) વ્હાઇટ કોલર જોબમાં(White collar job) કાળા કામ કર્યા છે. આરોપી સાગર વિજય ચાર રસ્તા આવેલા IIFL ગોલ્ડ લોનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. જે મેનેજરે એક વેપારીનું જીવનની કમાણી સોનુ છીનવી લીધું.

ગોલ્ડ લોન અપાવાના બહાને લોનના મેનેજરે કરી લાખોની છેતરપિંડી

શું હતી સમગ્ર ઘટના? -આ ઘટનાની વાત કરીએ તો ઓઢવમાં રહેતા વેપારી જીગ્નેશ પઢારીયાએ વર્ષ 2020માં ધંધાકીય જરૂરિયાત માટે સોનાની IIFL ગોલ્ડ લોનમાંથી બે તોલા સોના પર 80 હજાર રૂપિયા 2.5 ટકા લેખે લોન લીધી હતી. આ દરમિયાન આરોપી સાગર હિરપરા સંપર્કમાં આવ્યો હતો. તેને વેપારી જીગ્નેશ વિશ્વાસ લઈ કહ્યું કે સોલા બ્રાંચથી ગોલ્ડ લોન બંધ કરાવી અમારી વિજય ચાર રસ્તા આવેલી બ્રાંચમાં ગોલ્ડ લોન લઈ લો.જે ગોલ્ડ લોન બંધ કરાવવા આરોપી સાગરે પૈસા આપ્યા હતા. જે બાદ વિજય ચાર રસ્તા પાસે અલગ અલગ બે લોન કરાવીને 48 તોલા સોનુ મેનેજર સાગરે પડાવી લીધું.

આ પણ વાંચો:વલસાડ: નકલી સોના પર ભેજાબાજોએ મેળવી 20 લાખની લોન, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વેપારી જાણ લોન મંજૂર કરી - આરોપી સાગર હિરપરા છેલ્લા 3 વર્ષથી IIFL ગોલ્ડ લોનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. વેપારી જીગ્નેશ પઢારિયાને વિશ્વાસમાં લઈને 80 હજારની 2.5 ટકા ચાલતી લોન તથા અન્ય 1.5 લાખની લોન ભરપાઈ કરવા માટે આરોપીએ વેપારીને 48 તોલા પર 2.5 ટકા લેખે 8.50 લાખની લોન આપી હતી. આ ઉપરાંત આરોપીએ વેપારી જાણ બહાર 16 લાખની વધુ બે લોન મંજૂર કરી હતી.

પોતાના ખાતામાં લોન ટ્રાન્સફર કરી લોન કલોઝ કરાવી દીધી -આ પ્રકારે ચાર જેટલી લોન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને લોન ક્લોઝ કરાવી 48 તોલા સોનુ પોતે લઈ લીધી હતું અને વેપારીને દર મહિને 81 હજાર ગેરકાયદેસર વ્યાજની માગણી કરતો હતો.જેની જાણ વેપારી થતા ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં(Gujarat University Police Station) ફરિયાદ થતા મેનેજરનો ભાંડો ફૂટ્યો.

આ પણ વાંચો:Fraud with Diamond Trader In Navsari: નવસારીના હીરા વેપારીના 28.34 લાખના હીરા લઇને રાજસ્થાનનો વેપારી છૂમંતર

અગાઉ પણ આ મેનેજર હજ ગુનો દાખલ થયો હતો -આ મામલે ગોલ્ડ ઠગાઇના કેસમાં યુનિવર્સિટી પોલીસ સાગરની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ એક ગ્રાહક પોતાની બ્રાંચમાં ગોંધી રાખવાનો ગુનો નોંધાયો છે. આ પ્રકારે આરોપી અન્ય કોઈ ગ્રાહકો સાથે ગોલ્ડ લોનના નામે છેતરપિંડી કરી છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details