ગુજરાત

gujarat

By

Published : Aug 9, 2022, 9:18 AM IST

ETV Bharat / city

કોરોનાના કારણે 2 વર્ષ પછી આજે શહેરભરમાં નીકળશે તાજિયા જૂલુસ

અમદાવાદમાં આજે મોહરમના દિવસે (Muharram 2022) તાજિયા જૂલુસ (Tajia Julus in Ahmedabad) નીકળશે. કોરોનાના કારણે 2 વર્ષ પછી આજે અહીં બપોરે 2 વાગ્યા પછી જમાલપુર અને અન્ય વિસ્તારમાં આ તાજિયા જૂલુસ નીકળશે.

કોરોનાના કારણે 2 વર્ષ પછી આજે શહેરભરમાં નીકળશે તાજિયા જૂલુસ
કોરોનાના કારણે 2 વર્ષ પછી આજે શહેરભરમાં નીકળશે તાજિયા જૂલુસ

અમદાવાદઃ ઈસ્લામ ધર્મના પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતના દિવસે મોહરમ પર્વ માનવામાં આવે છે. ત્યારે આજે (મંગળવારે) અમદાવાદ સહિત રાજ્યભરમાં મોહરમ નિમિત્તે (Muharram 2022) તાજિયા જુલૂસ (Tajia Julus in Ahmedabad નીકળશે. શહેરમાં બપોરે 2 વાગ્યા પછી જમાલપુર અને અન્ય વિસ્તારમાં તાજિયા જુલૂસ નીકળશે.

2 વર્ષ પછી નીકળશે તાજિયા જૂલુસ -કોરોના કારણે આખરે 2 વર્ષ પછી યોજાનારા તાજિયા જૂલુસમાં (Tajia Julus in Ahmedabad) આ વખતે 93 તાજિયા, 24 અખાડા, 78 ઢોલ તાસા, છૈય્યમ પાર્ટીઓ, 20 લાઉડ સ્પીકર, 24 ટ્રક અને 10 મિની ટ્રક ઉપરાંત ઊંટ ગાડી સામેલ થશે.

પોલીસ અધિકારીઓએ લીધી શુભેચ્છા મુલાકાત

આ પણ વાંચો-વડોદરામાં મુસ્લિમ સમાજ દ્વારા તાઝિયા ઝુલુસ નીકળ્યા

જૂલુસનું કરાશે સ્વાગત - જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ (Mahant Dilipadasji Maharaj of Jagannath Temple) તેમ જ અન્ય આગેવાનો વીજળી ઘર, લાલ દરવાજા ખાતે ભવ્ય જુલૂસનું સ્વાગત કરશે. તો જમાલપુર, ખમાસા, ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાંથી જુલૂસ ખાનપુર ખાતે પહોંચશે. આ અંગે તાજિયા કમિટી અમદાવાદે માહિતી આપી હતી. સાથે જ મોહરમ પહેલાની રાત્રિને કતલની રાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તબક્કે શહેરના કોટ વિસ્તારમાંથી તાજિયા જુલૂસ નીકળશે. આ ઉપરાંત પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચો-જામનગરઃ કલાત્મક તાજિયા બન્યા આકર્ષણનું કેન્દ્ર, કોવિડ ગાઈડલાઈન મુજબ કરાશે ઉજવણી

પોલીસ અધિકારીઓએ લીધી શુભેચ્છા મુલાકાત - તો મહોરમની રાત્રે તાજિયા કમિટી અમદાવાદના (Tajia Committee Ahmedabad) ચેરમેન પરવેઝ મોમીન, જનરલ સેક્રેટરી નૂર શેખની સાથે સેક્ટર 1ના આર. વી. અન્સારી, ઝોન 3 DCP સુશિલ અગ્રવાલે જમાલપુર અને કાલુપુરના પ્રસિદ્ધ કલાત્મક તાજિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details