ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં જાહેરમાં ફાયરીંગ અને તલવાર વડે જીવલેણ હુમલો કરનારાની પોલીસે કરી ધરપકડ - Bapunagar police arrested those who opened fire in public

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં જાહેરમાં ફાયરીગ અને તલવાર વડે જીવલેણ હુમલો કરનારા અજય અને શરદ કાલે સહિત 5 લોકોની બાપુનગર પોલીસ અને SOG એ ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ગૌરવ ચૌહાણ સહિતના આરોપી પોલીસ પકડથી દૂર છે.

બાપુનગર પોલીસ અને SOG એ 5 લોકોની ધરપકડ કરી
બાપુનગર પોલીસ અને SOG એ 5 લોકોની ધરપકડ કરી

By

Published : Nov 3, 2020, 5:15 AM IST

  • જાહેરમાં ફાયરીંગ અને તલવાર વડે જીવલેણ હુમલો કરનારાની ધરપકડ
  • બાપુનગર પોલીસ અને SOG એ 9 માંથી 5 લોકોની ધરપકડ કરી
  • મુખ્ય આરોપી ગૌરવ ચૌહાણ સહિતના બીજા આરોપીઓ પોલીસ પકડથી દૂર

અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં જાહેરમાં ફાયરીગ અને તલવાર વડે જીવલેણ હુમલો કરનારા અજય અને શરદ કાલે સહિત 5 લોકોની બાપુનગર પોલીસ અને SOG એ ધરપકડ કરી છે. પોલીસે આરોપી અજય, શરદ કાલે, ચિરાગ માથુર, મનોજ માથુર અને યોગેશ માથુરની ધરપકડ છે. આ તમામ આરોપીએ ફાઈનન્સનું કામ કરતા ગૌરવ ચૌહાણ સાથે મળીને બાપુનગર વિસ્તારમા અશોક ગોસ્વામી પર તલવાર વડે હુમલો કર્યો હતો. અને ફાયરીગનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

શા માટે અશોક પર ફાયરિંગ અને હુમલો કરવામાં આવ્યો?

ગૌરવ ચૌહાણ અને અશોક ગોસ્વામી સાથે મળીને ફાઈનન્સનું કામ કરતા હતા. જો કે, બંને વચ્ચે તકરાર થતા અશોક ગોસ્વામી ગૌરવથી છુટા પડીને રાહુલ ચૌહાણ નામના વ્યક્તિ સાથે ફરતો હતો. જેને લઈને ગૌરવ રાહુલ સાથે ના ફરવા માટે વારંવાર દબાણ કરતો હતો. પોતાની ગેંગનો સભ્ય રાહુલ સાથે ફરવાનું બંધ ના કરતા આખરે તલવાર વડે તેના 9 સાગરીતો સાથે મળીને અશોક ગોસ્વામી પર હુમલો કર્યો હતો.

ફાયરિંગ અને હુમલાની ઘટનાએ ફરી એક વાર પૂર્વ વિસ્તારમાં કોઈ એક ગેંગ સક્રિય થઈ હોવાના સંકેત આપ્યા છે. જો કે, પોલીસનો દાવો છે કે, આ ગેંગના સભ્યોએ આંતરિક વિવાદના કારણે ગેંગના સભ્યો પર હુમલો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details