- દિવાળીનાં પર્વ પર ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટનો ભોગ ધરાવાયો
- અમદાવાદના મેમનગર ખાતે આવેલા ગુરુકુળમાં યોજાયો હતો અન્નકૂટ
- લક્ષ્મીનાં બે પ્રકાર છે, શુભ લક્ષ્મી અને અશુભ લક્ષ્મી
અમદાવાદ : મેમનગર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ(Swaminarayan Gurukul)માં ભગવાનનાં તેમજ તેમને ધરવામાં આવેલ અન્નકૂટનાં દર્શન કરવા માટે અનેક ભકતો આવ્યા હતાં. લોકોએ દિવાળી(Diwali)ની શુભ શરુઆત ભગવાનની ભક્તિ અને સાનિધ્યમાં આવીને મનને શાંત કરીને કરી હતી. આ અન્નકૂટમાં ભગવાનને મીઠાઈ, ફળ, ફરસાણ, સુકામેવા, શાક, કેક અને દૂધની વાનગીઓ ધરાવામાં આવી હતી. અન્નકૂટનું આયોજન તેમજ શણગાર ગુરુકુળનાં અનુયાયીઓ અને શિષ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
લક્ષ્મીનાં બે પ્રકારો વિશે જાણો
ગુરુકુળનાં માધવપ્રિયદાસ સ્વામી(Madhavpriyadas Swami) એ જણાવ્યું હતું કે, લક્ષ્મીનાં બે પ્રકાર છે, શુભલક્ષ્મી અને અશુભ લક્ષ્મી. મહેનત કરીને મેળવેલી લક્ષ્મીનો શુભ કાર્યોમાં ઉપયોગ થાય તે શુભ લક્ષ્મી છે. જ્યારે લક્ષ્મીનો ઉપયોગ વ્યસનોમાં થાય ત્યારે તે અશુભ લક્ષ્મી બને છે. દિવાળીમાં લક્ષ્મીની પૂજા થકી લક્ષ્મીજી વંચિતોના ઘરે પહોંચે તે પણ જોવું જોઈએ. 'શ્રી સવા' એવો શબ્દ વપરાય છે, જેમાં એક રૂપિયા પર 25 પૈસા મળે તેમ વ્યાપાર કરવા સૂચન છે. એટલે કે, વધુ લોભ કરવો નહીં. તેમજ આજનાં ટેકનોલોજીનાં સમયમાં ચોપડા પૂજન જળવાઈ રહ્યું છે, તે સારી બાબત છે. તેમજ સ્વામી એ ફટાકડા નહીં ફોડવા પણ અનુરોધ કર્યો હતો.