ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા મુકતજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ ઉજવાઈ - મુક્તજીવન સ્વામી જન્મજયંતિ

સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત મુક્તજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ 17 સપ્ટેબરે તેમના પ્રથમ પટ્ટશિષ્ય મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ મંદિર - મણિનગર અને નાદરી ખાતે ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવનો સૌ કોઈ ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર - કુમકુમ યુટુયબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા મુકતજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ ઉજવાઈ
સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા મુકતજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ ઉજવાઈ

By

Published : Sep 17, 2020, 10:49 PM IST

અમદાવાદઃ આ મહોત્સવ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા. 17 સપ્ટેમ્બરના રોજ સ્વામિનારાયણ ભગવાન અને મુક્તજીવન સ્વામીબાપાનું ષોડ્શોપચારથી મહાપૂજન કરીને પંચામૃતથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પુષ્પ, શર્કરા, ગોળ, ડ્રાઈફુટ અને વિવિધ ફુટથી તુલાવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા મુકતજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ ઉજવાઈ
સ્વામીબાપાએ પોતાના જીવનકાળમાં 129 જેટલા ત્યાગી સંતો બનાવ્યાં છે. જેમાં શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા સંતને સૌ પ્રથમ દીક્ષા આપીને તેમને સાથે લઈને સમગ્ર ગુજરાતમાં અને વિદેશની ભૂમિ ઉપર વિચરણ કર્યું છે.ભારતીય સંસ્કૃતિનો અને હિન્દુ ધર્મનો પ્રચારને પસાર કરવા માટે આફિકા, યુરોપ અને અમેરિકાની ધરતી ઉપર સૌપ્રથમ આવી અને પ્રજાને જ્ઞાન - દાન અને મુક્તિ આપી છે.
સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા મુકતજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ ઉજવાઈ
જેમ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં સૌ પ્રથમ સભા સંબોધીને ભારતીય સંસ્કૃતિનો જયજયકાર કર્યો હતો. તેમ જીવનપ્રાણ સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર 17 - 10 -1970ના દિને અંગ્રેજીમાં પ્રવચન આપી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આરબ દેશોમાં પણ અબુધાબી, - શારજહા આદિ વિવિધ સ્થળોએ પણ વિચરણ કર્યું. તેઓ જ્યાં - જ્યાં વિચરણ કરે ત્યાં હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી સૌ ધર્મના લોકો તેમના તેજથી ખેંચાઈ આવતાં હતાં.ઈ.સ. 1957માં ભક્તોએ મુક્તજીવન સ્વામીબાપાની સુવર્ણતુલા અને ઈ.સ. 1967માં પ્લેટીનમ તુલા કરી હતી. સ્વામીબાપાએ દાનમાં આવેલ દરેક પાઈને સમાજસેવાના કાર્યમાં વાપરી દીધી હતી અને શાળા-કોલેજો,હોસ્પીટલોનું નિર્માણ કર્યું હતું. જીવનપ્રાણ સ્વામીબાપાને ગુજરાત - ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને અખિલ ભારત સાધુ સમાજના ઉપાઘ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું. અને સાધુ - સંતોએ તેમને સનાતન ધર્મ સમ્રાટ, ભારતભાસ્કર જેવી અનેક ઉપાધિઓ આપીને નવાજયા છે.જીવનપ્રાણ સ્વામીબાપયાએ પોતાના જીવનકાળ દરમ્યાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવિધ પ્રવૃત્તિઓના માર્ગો પર નવી ક્રાંતિ આણીને મુખ્ય ઘોરી માર્ગ બાંધી આપ્યો છે. જેથી આજે અનેક સંતો મહાત્માઓ તેમના માર્ગે ચાલીને જનસમાજનાં કાર્યો કરી પ્રજાને ઉધ્વમાર્ગે દોરે છે.

ABOUT THE AUTHOR

...view details