ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદી માટે બનાવાઈ ખાસ રંગોળી, રંગોમાં વંદેભારત અને વિક્રાંતની પ્રતિકૃતિ - woman empowerment

સમગ્ર દેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના જન્મદિવસને વિશેષ બનાવવા માટે રિવરફ્રન્ટ ખાતે બાળકોએ વિશેષ રંગોળી તૈયાર કરી હતી. આ રંગોળીને નીહાળવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. Swami Vivekananda Youth Group, big rangoli on PM Modi Birthday, Ahmedabad Riverfront, harsh sanghvi home minister.

Etv BharPM મોદી માટે બનાવાઈ ખાસ રંગોળી, રંગોમાં વંદેભારત અને વિક્રાંતની પ્રતિકૃતિat
Etv BhaPM મોદી માટે બનાવાઈ ખાસ રંગોળી, રંગોમાં વંદેભારત અને વિક્રાંતની પ્રતિકૃતિrat

By

Published : Sep 17, 2022, 3:26 PM IST

Updated : Sep 17, 2022, 3:51 PM IST

અમદાવાદદેશભરમાં વિવિધ પ્રકારે અને અલગ અલગ પ્રકારની યોજનાઓ કે પ્રવૃત્તિઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને (PM Modi Birthday) વિશેષ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના રિવરફ્રન્ટમાં ચિલ્ડ્રન પાર્ક ખાતે સ્વામી વિવેકાનંદ યુવા ગૃપ (Swami Vivekananda Youth Group ) દ્વારા વડાપ્રધાનની વિશેષ રંગોળી (Narendra Modi Rangoli) બનાવવામાં આવી હતી. તેમાં ખાસ કરીને વંદે ભારત ટ્રેન અને INS વિક્રાંતનો આ રંગોળીમાં ઉલ્લેખ જોવા મળ્યો હતો.

રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

સેવા પખવાડિયામાં થશે આ કામઆ રંગોળીને જોવા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ (harsh sanghvi home minister) પહોંચ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના જન્મદિવસ (PM Modi Birthday) નિમિત્તે સેવા પખવાડિયામાં (Seva Pakhwada) અનેક શહેરોમાં, જિલ્લાઓમાં, સિનિયર સિટીઝન્સ માટે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ બાળકો અને મહિલા શક્તિકરણ (woman empowerment ) માટે બ્લડ કેમ્પ, હેલ્થ ચેકઅપ, તો એક જગ્યાએ 3,000 થી વધારે વૃદ્ધા માટે દાંતના ચોકઠા ગોઠવી આપવા માટેનો કાર્યક્રમ શરૂ છે.

રંગોળીમાં વિશેષ રજૂઆત

ઓપરેશન થશે નિઃશુલ્ક સાથે જ અનેક જગ્યાએ ઓપરેશન્સ પણ ફ્રીમાં કરી કરવામાં આવી રહ્યા છે. તો બાળકોને સાથે રાખીને એમના ચહેરા પર કઈ રીતે સ્મિત લાવી શકાય તે માટેના પણ કાર્યક્રમો ચાલુ છે આટલા બધા વિવિધ પ્રકારના કાર્યક્રમો એક જ દિવસમાં હોય એવી ઘટના ઇતિહાસમાં કદાચ પહેલી વાર બની હશે.

યુવક મંડળે બનાવી રંગોળી ગૃહ રાજ્યપ્રધાને (harsh sanghvi home minister) વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના લોકોમાં ભારે ઉત્સાહ છે. આપણે જોયું કે, સ્વામી વિવેકાનંદ યુવક ગૃપ (Swami Vivekananda Youth Group) દ્વારા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો દ્વારા અને સમાજના સૌ આગેવાનોએ સાથે મળીને એક નવતર પ્રયોગ કર્યો છે. 72 કલાક પહેલા રંગોળીની સ્પર્ધા જાહેર કરવામાં આવી હતી અને એ રંગોળીમાં 54,000થી વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તાલુકા, નગરપાલિકા, નગરપાલિકા અને વોર્ડ પ્રમાણે રીતે અલગ અલગ જગ્યાએથી કુલ 54,000 લોકોએ આજે ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં અને નગરોમાં રંગોળી (Narendra Modi Rangoli) બનાવી છે.

સ્વામી વિવેકાનંદ યુથ ગૃપના વિદ્યાર્થીઓએ બનાવી રંગોળી

રંગોળીઓની વિશેષતાઓવડાપ્રધાનના જન્મદિવસની (PM Modi Birthday) શુભકામનાઓ આપે છે. સાથે સાથે આયુષ્યમાન ભારત, યોજનાથી શું લાભ મળે, મેક ઈન ઇન્ડિયા યુવાનોને કઈ રીતે મદદગાર થઈ શકે સરકારની વિવિધ યોજનાઓ આ થકી લોકો સુધી પહોંચાડવા માટે લોકો એનો સીધો લાભ લે તે માટે સ્વામી વિવેકાનંદ યુવક ગૃપ (Narendra Modi Rangoli) દ્વારા આ અદભૂત પ્રયાસ કરવામાં આવ્યો છે.

ત્રણ દિવસ પહેલા જ થઈ હતી જાહેરાત વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે (PM Modi Birthday) માત્ર ત્રણ દિવસ પહેલા જાહેરાત કરવામાં આવે કે, એક રંગોળીની સ્પર્ધા (Narendra Modi Rangoli) થશે. આ રંગોળીમાં સામાજિક સંદેશ કઈ રીતે આપી શકાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું હતું. તેમાં હજારોની સંખ્યામાં જોડાઈને લોકો સુધી સંદેશ પહોંચાડવામાં અમે સફળ બન્યા છીએ.

વિવિધ યોજનાથી લોકોના ઘરમાં આવી ખુશી જેમ દિવાળી ઉપર શુભ લાભ આપણા ઘર આંગણે થતા હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે (PM Modi Birthday) લોકોના ઘરે ઘરે તેમની રંગોળીઓ થઈ રહી છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના થકી કોના ઘરમાં ગેસનો ચૂલો આવ્યો હશે. તો ક્યાંક વીજળી કે, પાણી આવ્યું હશે. આ પ્રકારની અલગ અલગ યોજનાથી લોકોના ઘરમાં જે ખુશાલીઓ આવી છે. એ યોજનાઓ ઘણા લોકોના ઘરના આંગણે એ પ્રયાસથી રંગોળી (Narendra Modi Rangoli) કરવામાં આવી રહી છે.

Last Updated : Sep 17, 2022, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details