- ગુજરાતમાં SVP કે અન્ય હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર નથી
- કોરોના મહામારીમાં ગુજરાતના લોકોની મુશ્કેલીને દૂર કરવા સાથે મળીને કામ કરીએ- શક્તિસિંહ ગોહિલ
- શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ
- દિલ્લી હાઇકોર્ટેની ટકોર અંગે પણ આપી પ્રતિક્રિયા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. સરકારી SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર ઉપલબ્ધ નથી. કોરોના મહામારીને ગુજરાત સરકાર ગંભીરતાથી લઇને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટીલેટરની વ્યવસ્થા ઉભી કરે. નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે, રાજ્યસભા સાંસદે વધુમાં કહ્યુ કે, ગુજરાતમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને આપણા સૌ માટે ખુબ મોટો ચિંતાનો વિષય છે. 6 એપ્રિલે ઘણા બધા લોકો તરફથી ફોન આવ્યા કે અમારે વેન્ટીલેટરની જરૂર છે ICU બેડની જરૂર છે.
1200 બેડમાંથી આઇસીયુ બેડ માત્ર 300 જ છે
અમદાવાદમાં સરકારની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ કોરોના માટે કરી છે, તેમાં કે અન્ય પ્રતિષ્ઠિત પ્રાઇવેટ હોસ્પિટલમાં આઇસીયુ બેડ કે વેન્ટીલેટર ઉપલબ્ધ નથી. એટલે હું ગુજરાત સરકારને વિનંતી કરીશ કે લોકોના જીવનથી મોંઘુ કશું જ નથી. આપણે તાત્કાલીક જે નાગરિકો તકલીફમાં છે જેમને વેન્ટીલેટરની જરૂર છે, આઇસીયુ બેડની જરૂર છે. તેમને વ્યવસ્થા આપવી જોઇએ. આ માટે તાત્કાલીક વ્યવસ્થા ગોઠવાવી જોઇએ. સરકારે 1200 બેડની કોવિડ હોસ્પિટલનો દાવો કર્યો છે, તે 1200 બેડમાંથી આઇસીયુ બેડ માત્ર 300 જ છે. આ હોસ્પિટલમાં અનેક ફરિયાદો મળે છે, માટે ત્યા જે વ્યવસ્થા છે તેમાં માત્ર અવ્યવસ્થા હોય તેમ લાગી રહ્યુ છે.
વેક્સીન દેશવાસીઓને આપવામાં આવી હોત તો ફાયદો થતો