- સુરત પારસી પંચાયતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી
- કોરોના સંક્રમિત થયેલા પારસીઓના મૃતદેહને અગ્નિસંસ્કાર કે દફનવિધિ માટે ફરજ પાડી શકાય નહીં
- આગામી સુનાવણી 28 મેના રોજ હાથ ધરાશે
- કેન્દ્ર સરકારે બહાર પાડેલા નિર્દેશમાં પણ પારસીઓ માટે કોઈ ઉલ્લેખ નહીં
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં સુરત પારસી પંચાયત તરફથી અરજી કરનારા એડવોકેટ મનન ભટ્ટે ETV Bharatના સંવાદદાતા સાથેની ટેલિફોનિક વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા પારસીઓના અંતિમવિધિ માટે હાલ કોઈ દિશા નિર્દેશ નથી આપવામાં આવ્યા. પારસી સમુદાયના લોકોનું કહેવું છે કે, તેમને તેમના ધર્મ મુજબ અંતિમ સંસ્કાર કરવા દેવામાં નથી આવી રહ્યા.
આ પણ વાંચોઃ કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધીની પરંપરા