ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Grisma Murder Case: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો અમે કોલર પકડીને રાજીનામું અપાવીશુંઃ જગદીશ ઠાકોર - ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા હર્ષ સંઘવી અંગે

અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ (Surat Grisma Murder Case) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો વિરોધ કર્યો હતો. સુરતમાં ગ્રિષ્માની ખૂલ્લેઆમ હત્યા (Ahmedabad Congress protests in Surat Grishma murder case ) મામલે કોંગ્રેસે ગૃહ રાજ્યપ્રધાનનું પૂતળું બાળ્યું હતું. સાથે જ તેમના રાજીનામાની (Congress demands resign of Home Minister of Gujarat) પણ માગ કરી હતી.

Surat Grisma Murder Case: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો અમે કોલર પકડીને રાજીનામું અપાવીશુંઃ જગદીશ ઠાકોર
Surat Grisma Murder Case: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો અમે કોલર પકડીને રાજીનામું અપાવીશુંઃ જગદીશ ઠાકોર

By

Published : Feb 16, 2022, 10:24 AM IST

અમદાવાદઃ અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા સહિતના નેતાઓએ રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યપ્રધાનનો (Ahmedabad Congress protests in Surat Grishma murder case) વિરોધ કર્યો હતો. સુરતમાં ગ્રિષ્મા નામની બાળકીની ખૂલ્લેઆમ હત્યાનો (Surat Grisma Murder Case) કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. સાથે જ તેમના રાજીનામાની (Congress demands resign of Home Minister of Gujarat) પણ માગ કરી હતી. કોંગ્રેસ ભવન ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પ્રમુખની જીભ લપસી

આ પણ વાંચોઃSurat Pasodra Murder Case: આ કેવો પ્રેમ! જેમાં ગળું કાપીને શ્વાસ રૂંધી નાખે, જાણો વિગતવાર સુરતની દિકરીનો હત્યા મામલો

કોંગ્રેસ પ્રમુખની જીભ લપસી

આ વિરોધ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની જીભ (Jagdish Thakor on Harsh Sanghavi) લપસી હતી. તેમણે ગૃહ રાજ્યપ્રધાનને તુકારે બોલાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો અમે તેની કોલર પકડીને રાજીનામું (Congress demands resign of Home Minister of Gujarat) અપાવીશું. ગૃહ પ્રધાનમાં સહેજ પણ શરમ હોય તો દિકરીના પરિવારની અને ગુજરાતની માફી માગવી જોઈએ. અમે આનો વિરોધ વિધાનસભામાં પણ કરીશું. તેમ જ આગામી દિવસોમાં પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત વિરોધ પ્રદર્શન (Ahmedabad Congress protests in Surat Grishma murder case) કરવામાં આવતા રહેશે.

ગુજરાતમાં રહેલી સરકાર નિષ્ફળ છેઃ કોંગ્રેસ પ્રભારી

આ પણ વાંચોઃMurder In Surat: સુરતમાં છેલ્લા 14 દિવસમાં હત્યાની 10 ઘટનાઓ, એડી સીપી શરદ સિંઘલે કહ્યું- મોટાભાગના આરોપી પરપ્રાંતીઓ

ગુજરાતમાં રહેલી સરકાર નિષ્ફળ છેઃ કોંગ્રેસ પ્રભારી

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ (Gujarat Congress in ​​charge Raghu Sharma on Harsh Sanghvi) જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ માટે આનાથી વધુ શરમજનક ઘટના કોઈ હોઈ જ ન શકે. ગુજરાતમાં બહેન દીકરીઓ અસલામત છે તે પુરવાર થઈ રહ્યું છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને નૈતિકતાના ધોરણે પોતાનું રાજીનામું આપવું જોઈએ. તેમણે સરકારમાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર રહ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details