અમદાવાદ :સુરત APMC દ્વારા ફાઈવ સ્ટાર હોટલ અને મોલ બનાવવાના પ્રયાસની સામે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જે મુદ્દાને લઈને વર્ષ 2014માં પણ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને આ નવી અરજીને પણ (Surat APMC HC Petition) એ જ અરજી સાથે જોડી દેવામાં આવી છે. જે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ પક્ષકારોને નોટિસ પાઠવી છે. APMCના સમગ્ર મામલા પર નજર કરીએ તો, APMCએ ખેડૂતો સાથે એક સંકળાયેલી સંસ્થા છે. જેમાં અરજદારની (Surat APMC Controversy) જમીન સુરત APMCના દાયરામાં આવે છે. જ્યાં APMC દ્વારા તેના દાયરામાં આવતી જમીન પર ફાઇવ સ્ટાર હોટલ અને મોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આ અરજી અરજદાર દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
APMCને નુકસાન - અરજદારના વકીલની રજૂઆત હતી કે, APMCના વિવિધ મુદ્દા પર ભૂતકાળમાં વર્ષ 2014માં પણ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ એ માહિતી કોર્ટે મહત્વના આદેશ કર્યા હતા. કે તે તમામ સુરત APMCને બંધનકર્તા રહ્યા હતા. પરંતુ, તેમ છતાં પણ થોડા ઘણા સમયથી સુરત APMCના સંચાલકો આદેશથી વિપરીત જઈને સતત બાંધકામ કરી રહ્યા છે. આ બાબતને લઈને અંદાજે અત્યારે રૂપિયા 7 કરોડ પણ ચૂકવવામાં આવી છે. આ સમગ્ર મામલે જાહેર હિતની અરજીમાં લઈને બીજા પણ ખુલાસા કરવામાં આવ્યા હતા. જેમાં એક અરજદારના વકીલની રજૂઆત હતી કે, APMCના સિક્રેટરીએ જે પોલીસ ફરિયાદ નોંધાવી છે તે મુજબ APMCમાં 1.5 કરોડની ચોરી અને અંદાજે રૂપિયા 55 લાખની વસ્તુઓને નુકસાન કરાયેલું છે, આમ APMCને કુલ 2 કરોડનું નુક્શાન થયેલું છે.