- ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો છુપાવ્યો?
- ગુજરાતમાં કોરોનાથી થયેલા વધુ 10,000 મૃત્યુને રાજ્ય સરકારે સ્વીકાર કર્યો
- પીડિતના પરિવારોને વળતર ચૂકવવા બાબતે સુપ્રીમ કોર્ટ નારાજ
નવી દિલ્હીઃ ગુજરાત સરકારે કોરોનાથી થયેલા મોતના આંકડામાં થોડો ફેરફાર (Gujarat Corona death statistics) જોવા મળી રહ્યો છે. કારણ કે, હાલમાં જ ગુજરાતે કોરોનાના કારણે પ્રિયજન ગુમાવનારા પરિવારોને વળતર ચૂકવવાના તેમના આંકડા (Compensation to the families of those who died from corona) જાહેર કર્યા હતા. રાજ્યમાં કોરોનાથી થયેલા વધુ 10,000 મૃત્યુને રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. આ આંકડાઓ આજે સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્ય સરકારને આ યોજના વિશે પ્રચાર કરવા વ્યાપક પ્રયાસો (Supreme Court orders to declare appropriate compensation) કરવા જણાવ્યું હતું, જેથી સામાન્ય માણસ અને દૂરના ગામડાઓમાં રહેતા લોકો તેના વિશે જાણી શકે.
આ પણ વાંચો-Gujarat High Court: 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી
રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક 10,000થી 20,000 સુધી પહોંચ્યો
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓએ દેશભરમાં મૃત્યુઆંકમાં 2 ટકાનો (Gujarat Corona death statistics) વધારો કર્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક સત્તાવાર રીતે 10,098 છે, પરંતુ રાજ્યએ 19,964 મૃત્યુ માટે કોવિડ વળતર ( why the government paid Covid compensation) આપ્યું છે. ભારતમાં આજે કોવિડથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 4.85 લાખ છે. તો ગુજરાતને 50,000 રૂપિયાના વળતર માટે 34,678 અરજીઓ મળી છે અને માત્ર 19,964 કેસમાં જ ચૂકવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો-Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના 58 કેસો નોંધાયા, 70 હજારથી વધુ લોકોનું થયું ટેસ્ટિંગ
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પર કટાક્ષ કર્યો
"જ્યાં સુધી વ્યાપક પ્રસિદ્ધિ આપવામાં નહીં આવે, ત્યાં સુધી સામાન્ય માણસ અને ગામડાઓમાં રહેતા લોકો ઓનલાઈન કેવી રીતે અરજી કરવી તે અંગેની માહિતી મેળવી શકશે નહીં," કોર્ટે આ મુદ્દાને વ્યાપક પ્રચાર પ્રદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું. તો ગુજરાત સરકારે કહ્યું કે, તે ઓલ-ઈન્ડિયા રેડિયો (એઆઈઆર)નો માધ્યમ તરીકે ઉપયોગ કરી રહી છે. તો આ અંગે કોર્ટે કટાક્ષ કર્યો હતો કે "ઓલ-ઈન્ડિયા રેડિયો કોણ સાંભળે છે," કોવિડને કારણે મૃત્યુમાં વળતરની ચૂકવણીમાં વિલંબ અંગેની અરજીની સુનાવણી કરતી બે જજની બેન્ચના ભાગ એવા જસ્ટિસ એમ. આર. શાહે પ્રશ્ન કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આપ્યા વિવિધ સૂચનો
જસ્ટિસ શાહે વધુમાં કહ્યું હતું કે, સ્થાનિક અખબારોમાં કોઈ જાહેરાત શા માટે નથી? તમે સામાન્ય માણસને કેવી રીતે કહેશો? તેઓ 50,000 રૂપિયાની રાહ જોઈ રહ્યા છે. તમામ અખબારો, દૂરદર્શન અને સ્થાનિક ચેનલોમાં તમામ વિગતો સાથે યોગ્ય જાહેરાતો (Supreme Court orders to declare appropriate compensation) હોવી જોઈએ. ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 50,000 રૂપિયાની ચૂકવણીને મંજૂરી આપી હતી, જે વિવિધ યોજનાઓ હેઠળ કેન્દ્ર અને રાજ્ય દ્વારા ચૂકવવામાં આવતી રકમ કરતાં વધુ ચૂકવવામાં આવે છે.
માત્ર 2 રાજ્યોના આંકડાઓ અંગે સુનાવણી થઈ
નવીનતમ વળતરનો ડેટા ફક્ત મહારાષ્ટ્ર અને ગુજરાત માટે જ ઉપલબ્ધ છે. કારણ કે, ટોચની કોર્ટમાં આજની ટૂંકી સુનાવણીમાં તેઓ માત્ર 2 રાજ્યો હતા. બાકીના રાજ્યોએ તેમની એફિડેવિટ ફાઈલ કરવાની બાકી છે. કોર્ટે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રને 87,000 અરજીઓ મળી છે, જેમાંથી માત્ર 8,000 લોકોને જ વળતર ચૂકવવામાં (Supreme Court angry over compensation to victims' families) આવ્યું છે. કોર્ટે રાજ્ય સરકારને પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું છે.
રાજ્ય સરકારને બાકીની અરજીઓને એક અઠવાડિયામાં હેન્ડલ કરવાનો નિર્દેશ
મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે, તે 30 ડિસેમ્બર સુધીમાં 50,000 અરજીઓમાં વળતર ચૂકવશે, પરંતુ તે કોર્ટને સ્વીકાર્ય નહતું, જેણે રાજ્ય સરકારને બાકીની અરજીઓને એક અઠવાડિયામાં હેન્ડલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 6 ડિસેમ્બરે છેલ્લી સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ.આર. શાહ અને બી.વી. નાગરથ્નાની બેન્ચ મહારાષ્ટ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ પર નારાજ હતી. મહારાષ્ટ્રમાં કોરોનાથી 1 લાખથી વધુ લોકોના મોત થયા છે, પરંતુ માત્ર 37,000 અરજીઓ જ મળી હતી. હજી સુધી એક પણ વ્યક્તિને વળતર ચૂકવવામાં આવ્યું નથી," ન્યાયમૂર્તિ શાહે તેને "હાસ્યાસ્પદ" અને અસ્વીકાર્ય ગણાવતા કહ્યું હતું. હવે આ કેસની આગામી સુનાવણી 15 ડિસેમ્બરે થશે.