ગુજરાત

gujarat

ETV Bharat / city

આસારામ જેલ બહાર આવશે તો સમર્થક એકત્ર થશે, હાઇકોર્ટે વચગાળા જામીન ફગાવ્યાં - ગુજરાત હાઈકોર્ટ

કોરોના વાઇરસના ભયને પગલે દુષ્કર્મ કેસના આરોપી આસારામ બાપુ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી વચગાળા જામીન અરજી બુધવારે જસ્ટિસ એ.એસ. સોફૈયાએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે.

આસારામ જેલ બહાર આવશે તો સમર્થક એકત્ર થશે, હાઇકોર્ટે વચગાળા જામીન ફગાવ્યાં
આસારામ જેલ બહાર આવશે તો સમર્થક એકત્ર થશે, હાઇકોર્ટે વચગાળા જામીન ફગાવ્યાં

By

Published : Jun 3, 2020, 7:53 PM IST

અમદાવાદ: હાઈકોર્ટે દુષ્કર્મ આરોપી આસારામ બાપુની 4 મહિનાની વચગાળા જામીન અરજી ફગાવતાં અવલોકન કર્યું હતું કે, આસારામના મોટી સંખ્યામાં સમર્થક છે અને જો તેમને જામીન આપવામાં આવે તો તેમના સમર્થક એકત્ર થઈ શકે અને આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે જામીન આપવા ન જોઈએ.

આસારામ બાપુના વકીલ તરફે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વર્તમાન સમયમાં કોરોના ફેલાઈ રહ્યો છે અને તેમાં પણ આસારામ બાપુની ઉંમર 84 વર્ષની હોવાથી તેમને ચેપ લાગવાની સંભાવના વધારે છે અને તેમની તબિયત પણ સારી ન હોવાથી 4 મહિના માટે વચગાળા જામીન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જોધપુર જેલમાં પણ કેટલાક દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જામીન આપવામાં આવે. જો કે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ જેલમાં વાઈરસ ન ફેલાય તેના માટે તમામ પગલાં લઈ રહ્યાં છે. અગાઉ પણ કોર્ટે આસારામની વચગાળા જામીન અરજી ફગાવી હતી.

વર્ષ 2018માં જોધપુરની સ્પેશિઅલ કોર્ટે સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં આસારામ બાપુને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. આ ગુનામાં સહઆરોપી સંચિતા અને અન્ય એક આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2013માં આસારામ બાપુએ સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details