ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: નકલી ફિંગર પ્રિન્ટ અને રેશનિંગ કૌભાંડમાં પુરવઠા વિભાગનો કોમ્પ્યુટર ઓપરેટર સામેલ - અમદાવાદના તાજા સમાચાર

અમદાવાદ સાયબર ક્રાઈમે બનાવટી રબર ચિપ્સના આધારે રેશનિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં અત્યારસુધી કુલ 25 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાયબર ક્રાઈમે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે. જે પૈકીનો એક આરોપી પુરવઠા વિભાગની કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.

ETV BHARAT
નકલી ફિંગર પ્રિન્ટ અને રેશનિંગ કૌભાંડમાં પુરવઠા વિભાગનો કોમ્પ્યુટર ઓપરેટર સામેલ

By

Published : Feb 5, 2020, 2:22 AM IST

અમદાવાદ: સાયબર ક્રાઈમે બનાવટી ફિંગર ચિપ્સની મદદથી થતા રેશનિંગ કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. જેમાં ભરત ચૌધરી નામના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કુલ 25 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હવે સાયબર ક્રાઈમે તપાસ દરમિયાન અમિત વિઠલાણી, આકાશ મારવાડી, મનહરસિંહ ડાભી અને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.

નકલી ફિંગર પ્રિન્ટ અને રેશનિંગ કૌભાંડમાં પુરવઠા વિભાગનો કોમ્પ્યુટર ઓપરેટર સામેલ

ધરપકડ થયેલા આરોપી પૈકી આકાશ મારવાડી આણંદ પુરવઠા વિભાગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. મનહર ડાભી કમિશન મેળવી બનાવટી ફિંગર ચિપ્સ દુકાનદારને વેંચતો હતો. આ ગુનામાં આરોપીઓએ 10 રૂપિયાનો નફો મેળવી રેશનિંગનું અનાજ બરોબર વેચી દીધું હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details