ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા શરૂ, 34 કેન્દ્રો પર 23,000થી વધુ વિદ્યાર્થી આપી રહ્યાં છે પરીક્ષા - ધો.12 સાયન્સ પૂરક પરીક્ષા

રાજ્યમાં કોરોના મહામારી અને ભારે વરસાદની વચ્ચે આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. નોંધપાત્ર છે કે ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષામાં 34 કેન્દ્ર પર 23,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠાં છે. માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી વર્ષ બચાવી શકે છે.

ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા શરૂ, 34 કેન્દ્રો પર 23,000થી વધુ વિદ્યાર્થી આપી રહ્યાં છે પરીક્ષા
ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા શરૂ

By

Published : Aug 25, 2020, 3:27 PM IST

અમદાવાદઃ આજથી ધોરણ 10ની પણ પૂરક પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પરીક્ષાઓ સવારે અને બપોરે એમ બે ભાગમાં લેવાશે ધોરણ 10ની પૂરક પરીક્ષા આજે પ્રથમ પરીક્ષા ભાષાની લેવાશે. ભાષાની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે,બાદમાં બપોરે કોઈ પરીક્ષા નહીં લેવાય. ધોરણ 10ની પૂરક પરીક્ષા 25 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાશે. રાજ્યના જિલ્લા મથકે 38 કેન્દ્રો પર 1,31,901 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. 623 પરીક્ષા સ્થળોનો ઉપયોગ થશે અને કુલ 6192 પરીક્ષાખંડોમાં પૂરક પરીક્ષા લેવાશે. તો બીજી તરફ રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા પણ શરૂ કરવામાં આવી છે. સવારે અને બપોરે એમ બે ભાગમાં તે પણ લેવાશે. આજે ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા લેવામાં આવી છે. સવારે 10.30 થી બપોરે 2 વાગ્યા સુધી પરીક્ષા લેવાના આવી રહી છે. બપોરે 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધી બાયોલોજીની પૂરક પરીક્ષા લેવાઇ રહી છે. ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા 25 થી 27 ઓગસ્ટ દરમિયાન લેવાશે. રાજ્યના જિલ્લા મથકે 34 કેન્દ્રો પર 23,830 ઉમેદવારો પૂરક પરીક્ષા આપશે. પૂરક પરીક્ષા માટે કુલ 131 પરીક્ષા સ્થળો પર 1147 પરીક્ષાખંડનો ઉપયોગ થશે. કોરોના મહામારીને કારણે પરીક્ષા સોશિયલ ડિસ્ટનસિંગની સાથે યોજાશે.

ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા શરૂ
વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અલગ અલગ પ્રકારે ગોઠવવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ખાતે ગાઈડલાઈનનું પાલન થાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. પરીક્ષાખંડ કે જ્યાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવાશે ત્યાં તેમ જ સ્કૂલના પ્રવેશદ્વાર પર ખાસ સેનેટાઈઝ કરવામાં આવ્યાં છે. ટેમ્પરેચર ગનથી તમામ વિદ્યાર્થીઓની તપાસ કરાશે. વિદ્યાર્થીઓના વાલીઓ શાળા ખાતે એકઠા ન થાય તે માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. પરીક્ષા સંદર્ભે શાળાઓને જરૂરી તમામ મદદ માટે પોલીસ તેમ જ જરૂરી અન્ય વિભાગને આદેશ આપવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details