- સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.પી.મોદીએ લીધી કોરોનાની રસી
- વેક્સિન લીધા બાદ કોઈ તકલીફ નહીં
- સિવિલના 7 હજાર હેલ્થ વર્કર્સને રસી અપાશે
અમદાવાદઃ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખાતે આજે શનિવારે ગુજરાત અને અમદાવાદના અગ્રગણ્ય ડૉક્ટર તેમજ હોસ્પિટલના મેડિકલ કર્મીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. આજે શનિવારે 16,000 મેડિકલ કર્મીઓને ગુજરાતમાં રસી અપાશે, જ્યારે આવનારા દિવસોમાં 10 લાખ ફ્રન્ટલાઈન કોવિડ વોરિયર્સને રસી અપાશે.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.પી. મોદીએ કોરોના વેક્સિન લીધા પછી જણાવ્યો પોતાનો અનુભવ રસીકરણના દોઢ કલાક બાદ પણ કોઈ તકલીફ નહીં
મેડિકલ કર્મીઓની અગ્રણી પંક્તિઓમાં સિવિલના સુપરિટેન્ડન્ટ જે.પી.મોદીએ પણ કોરોનાની રસી લઈને ઉદાહરણ પુરું પાડ્યું હતું. સિવિલ સુપ્રિટેડેન્ટટ જે.પી.મોદીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, રસી લીધાને દોઢ કલાક વીતી ચુક્યો છે. તેમને કોઈપણ જાતની તકલીફ નથી.
વેક્સિનેશનને લઈને સિવિલમાં સંપૂર્ણ તૈયારીઓ
દેશ-વિદેશમાં ટ્રાયલ બેઝ વેક્સિનેશન ચાલી રહી છે. જેને લઇને કેટલાક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે, પરંતુ તેની પર ધ્યાન આપવું જોઈએ નહીં. સિવિલ હોસ્પિટલના નવા ટ્રોમા સેન્ટર ખાતે વેક્સિનેશનનું સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓબ્ઝર્વેશન રૂમ, વેઈટિંગ રૂમ, વેક્સિનેશન રૂમ અને સાથે બેડ પણ ગોઠવાઈ ગયા છે, જ્યારે જૂના ટ્રોમા સેન્ટર ખાતે વેક્સિન સ્ટોરેજ કરાઇ છે.
10 વેક્સિનેશન સેન્ટર તૈયાર કરાયા
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 10 વેક્સિનેશન સેન્ટર તૈયાર કરાયા છે. જેમાં રોજના 100 મેડિકલ કર્મીઓને રસી આપવામાં આવશે. એટલે કે, દરરોજના એક હજાર મેડિકલ કર્મીઓને રસી મળશે. એક અઠવાડિયાની અંદર સિવિલના તમામ 7,000 હેલ્થ વર્કર્સને રસી આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરાશે.