ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે ગુજરાત હાઇકોર્ટની કોરોના મુદ્દે સૂઓમોટો સુનાવણી, સરકારે રજુ કર્યું સોગંધનામું - વડાપ્રધાન મોદી

આજે મંગળવારે ગુજરાત હાઇકોર્ટ કોરોના ઉપર સુઓમોટો સુનાવણી કરવા જઈ રહી છે, ત્યારે સરકારે પોતાનું સોગંધનામું હાઇકોર્ટમાં રજુ કર્યું છે. સોગંધનામામાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની હાલની પરિસ્થિતિ સામે લાડવા અને આગામી સમયની જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ વિષયો ઉપર સમીક્ષા કરી છે. આ મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટ સુનાવણી હાથ ધરશે.

આજે ગુજરાત હાઇકોર્ટની કોરોના મુદ્દે સૂઓમોટો સુનાવણી
આજે ગુજરાત હાઇકોર્ટની કોરોના મુદ્દે સૂઓમોટો સુનાવણી

By

Published : May 3, 2021, 11:59 PM IST

  • ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું
  • 2 મેના રોજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક મળી
  • મેડિકલ ઓક્સિજનની વધતી જરૂરિયાતો અંગે કરાઈ સમીક્ષા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 મેના રોજ કરેલી બેઠકમાં નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં રૂપાંતર કરવાની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી. કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે તબીબી ઓક્સિજનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રૂપાંતરની શક્યતા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત હાલની અને આગામી સમયની જરૂરિયાતોને જોઈ ઓપરેશન સમુદ્ર સેતુ 2 અંતર્ગત 7 ભારતીય નૌકા જહાજો જેમાં કોલકાતા, કોચી, તલવાર, તાબર, ત્રિકંદ, જલાશ્વા અને એરાવતને ઓક્સિજનથી ભરેલા ક્રિઓજેનિક કન્ટેનર અને સંકળાયેલ તબીબી ઉપકરણોની શિપમેન્ટ માટે તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રેમડેસીવીર ઉપલબ્ધ કરાવવા હાઇકોર્ટની સરકારને તાકીદ, બે દિવસ બાદ ફરી સુનાવણી

મેડિકલ ઓક્સિજનની વધતી જરૂરિયાતો અંગે સમીક્ષા કરાઈ

આવા નાઇટ્રોજન પ્લાન્ટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ આઈડેન્ટીફાય કરાઈ છે તેમજ કોરોના મહામારીની લડાઈમાં નૌકાદળના 57 સભ્યોની મેડિકલ ટિમ અમદાવાદમાં ડિપ્લોય કરાઈ છે. 4 ડોકટર્સ, 7 નર્સ, 20 પેરામેડિક સ્ટાફ અને 20 સપોર્ટ સ્ટાફ ડિપ્લોય કરવામાં આવ્યા છે. વધુમાં વડાપ્રધાને પી.એમ. કેર ફંડમાંથી 1લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર લેવાની મંજૂરી આપી છે અને અગાઉ મંજૂર થયેલા 713 PSA પ્લાન્ટ ઉપરાંત નવા 500 પ્લાન્ટને પી.એમ કેર ફંડમાંથી મંજૂરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details