અમદાવાદ: સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 1200 બેડની મહિલા તથા બાળકોની મલ્ટી સ્પેશલિસ્ટઆવેલા છે જે હવે કોવિદ-19 હોસ્પિટલ તરીકે ઓળખાય છે જેના કારણે બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં વોર્ડ ફાળવવામાં આવ્યો છે જેમાં માત્ર 4 ડોકટરો દ્વારા 60 દિવસમાં 102 જેટલા બાળકોની સફળ સર્જરી કરવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે સિવિલમાં 102 બાળકોની સફળ સર્જરી
સિવિલ હોસ્પિટલમાં ગંભીર અને જટિલ રોગ સાથે જોડાયેલા બાળકો સારવાર માટે આવે છે. ત્યારે માત્ર 4 ડોકટરો દ્વારા 60 દિવસમાં 102 જેટલા બાળકોની સફળ સર્જરી કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં ગંભીર અને જટિલ રોગ સાથે જોડાયેલા બાળકો સારવાર માટે આવે છે. કોઈને પાચનમાર્ગ ન બન્યો હોય, કોઈ બાળક ઓછા વજન સાથે જન્મ્યું હોય, જન્મજાત આંતરડામાં તકલીફ હોય તેવી અનેક બીમારી સાથે બાળકો આવે છે ત્યારે માત્ર 4 ડોક્ટર્સની ટીમ દ્વારા 60 દિવસના સમયગાળા દરમિયાન 102 જેટલી સફળ સર્જરી કરવામાં આવી છે.
બાળકોના વોર્ડમાં નવજાત બાળકો માટે તાપમાન માફક આવે તે રીતે ગોઠવવામાં આવે છે. પી.પી,ઈ. કીટ પહેરીને જે શાસ્ત્રક્રિયા કરવામાં આવે છે તે અત્યંત પડકાર જનક છે ત્યારે 4 ડોકટર્સ દ્વારા બાળકોની સર્જરી કરવામાં આવી રહી છે.