ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: ચિલ્ડ્રન ડે અગાઉ બાળકને સિવિલ હોસ્પિટલની ભેટ, 6 વર્ષના બાળકની કરાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી - ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર

નાનું બાળક પણ પોતાના જુસ્સા અને અદમ્ય ઉત્સાહથી મોતને હંફાવી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું છે. સુરતના 6 વર્ષના બાળકની બંને કિડની ફેઈલ થઈ ગઈ હતી. જેથી 8 મહિના તેનું ડાયાલિસિસ કરવામાં આવ્યું. આખરે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરી બાળકે મોતને માત આપી છે અને નવજીવન પ્રાપ્ત કર્યું છે.

સુરતના બાળકે મોતને હંફાવી, બંને કિડની ફેલ થતા 8 મહિના સુધી ડાયાલિસીસ કરવું પડ્યું
સુરતના બાળકે મોતને હંફાવી, બંને કિડની ફેલ થતા 8 મહિના સુધી ડાયાલિસીસ કરવું પડ્યું

By

Published : Nov 13, 2020, 8:18 PM IST

  • 6 વર્ષના બાળકનું સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ
  • 8 મહિનાના ડાયાલિસીસ બાદ સફળ સારવાર
  • ધનેશે 8 મહિનાના સંઘર્ષ બાદ મોતને હંફાવી દીધું

અમદાવાદઃ સુરતના 6 વર્ષના બાળક ધનેશની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. અદમ્ય જુસ્સા અને દૃઢ સંકલ્પ સાથે ધનેશે 8 મહિના સુધી અતિ વિકટ ડાયાલિસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો સામનો કરી મોતને હંફાવી દીધું હતું અને હવે નવજીવન મળ્યું છે. એક ગરીબ પરિવાર માટે પોતાના બાળકની આવી જટિલ સારવાર કરાવવી ખુબ જ કપરું હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલના કારણે આ ગરીબ પરિવાર પોતાના બાળકનો સારો ઈલાજ કરાવી શક્યો છે. સાથે સાથે IKDRCના તબીબોએ પણ ખૂબ જ ચીવટ અને તજજ્ઞતા સાથે આ બાળકને ફરી હસતો રમતો કરીને વધુ એક વાર પોતાના નૉબલ પ્રોફેશનને ઉચ્ચ ગૌરવ પ્રદાન કર્યું છે.

સુરતના બાળકે મોતને હંફાવી, બંને કિડની ફેલ થતા 8 મહિના સુધી ડાયાલિસીસ કરવું પડ્યું
તબીબો ફરી એકવાર આશીર્વાદ સ્વરૂપ સાબિત થયાનાની વયના બાળકોમાં ડાયાલિસીસ અતિમુશ્કેલ ગણાય છે. છતા IKDRCના તજજ્ઞ તબીબોએ આ પડકાર આબાદ ઝિલ્યો અને બાદમાં આ બાળકમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરીને તેને હસતો ખેલતો કર્યો છે, જે ગુજરાતના સમગ્ર તબીબી જગત માટે ગૌરવરૂપ ઘટના છે. ધનેશને પોસ્ટિરિયર યુરેથ્રલ વાલ્વની જન્મજાત બીમારી હોવાના કારણે તેની કિડની ફેલ થઈ ગઈ હતી, જેના નિરાકરણ માટે ઓપરેશન તો હાથ ધરવામાં આવ્યુ પરંતુ ક્રોનિક ફેલ્યોર થઈ જતા તેને નિયમિત ડાયાલિસીસ પર રહેવાની ફરજ પડી.
સુરતના બાળકે મોતને હંફાવી, બંને કિડની ફેલ થતા 8 મહિના સુધી ડાયાલિસીસ કરવું પડ્યું
અલગ અલગ વિભાગના નિષ્ણાંત ડોકટરોની મહેનત રંગ લાવીબાળકોમાં ડાયાલિસીસ અત્યંત ગંભીર માનવામાં આવે છે. ડાયાલિસિસ મશીનમાં લોહીના દબાણ (પ્રેશર) જેટલું જ શરીરમાંથી લોહીનું દબાણ સર્જાવવાની જરૂરિયાત અતિઆવશ્યક હોય છે. ધનેશના કિસ્સામાં તે નબળું પાસું હતું, પરંતુ કિડની હોસ્પિટલના તબીબોના જ્ઞાન અને ધનેશના જુસ્સા સામે કંઈ પણ અશક્ય ન હતું. અમદાવાદ સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં ધનેશની સારવાર શરૂ કરવામાં આવી. હોસ્પિટલના પિડિયાટ્રિક નેફ્રોલોજિસ્ટ વિભાગના ડૉ. કિન્નરી વાળા અને તેમની ટીમે ધનેશને ગમે તે ભોગે આ સમસ્યામાંથી ઉગારવા અને તેના જીવનમાં ઉલ્હાસના રંગો પૂરવાનો દૃઢ સંકલ્પ કર્યો.કેવી મુશ્કેલી વચ્ચે તબીબોએ આપી સારવાર?તબીબોની ટીમે પિડિયાટ્રિક નેફ્રોલોજીના સ્થાપિત ધોરણો મુજબ પૅરિટોનિયલ (પેટના ભાગમાં) ડાયાલિસીસ કરવાનું નક્કી કર્યું. આ ડાયાલિસિસ કર્યા બાદ બાળકને નિયમિત સમયસર પોષણયુક્ત આહાર મળી રહેવો ખૂબ જ આવશ્યક હતો. જો તે ન મળે તો બાળકને ચેપ લાગવાની પ્રબળ શક્યતાઓ રહેલી હોય છે. ઘનેશના કિસ્સામાં આવું જ બન્યું. ગરીબ પરિવાર માટે દરરોજ કમાઈને દરરોજ ગુજરાન ચલાવવાની પરિસ્થિતિ હોય છે ત્યારે પોષણયુક્ત આહાર મેળવવો મુશ્કેલ હોય છે. તે કારણોસર જ ધનેશને કમનસીબે ચેપ લાગ્યો અને તેની જટિલતાને અટકાવવા કેથેટરને નીકાળવું પડ્યું, પરંતુ કેથેટર નીકાળ્યા બાદ પણ તબીબોની ટીમે પુખ્ત વયના લોકો માટે રચાયેલી પ્રક્રિયા હેમોડાયાલિસીસનો વિકલ્પ બાકી રાખ્યો હતો ત્યારબાદ માનવસર્જિત કેથેટર દ્વારા ડાયાલિસિસ શરૂ કર્યુ. પરંતુ 6 વર્ષીય બાળકમાં ડાયાલિસીસ કરવું ખૂબ જ પડકારજનક બની રહ્યું હતું. ડાયાલિસીસ મશીનમાં લોહીનું દબાણ (પ્રેશર) જેટલું જ શરીરમાંથી લોહીનું દબાણ સર્જાવાની જરૂરિયાત અતિઆવશ્યક હોય છે. ધનેશના કિસ્સામાં તે નબળું પાસું હતુ. જેના કારણે ધનેશને ફક્ત ૩ મહિના જો સામાન્ય ડાયાલિસિસ થઈ શક્યું હતું. તેના કારણે કિડની હોસ્પિટલના તબીબો દ્વારા ફિસ્યુલા કરવામાં આવ્યું. ફિસ્યુલા એક પ્રકારની સર્જરી જ છે, જેમાં બાળકના શરીરમાં એક યંત્ર કામચલાઉ ધોરણે ફિટ કરવામાં આવે છે, જેના થકી શરીરમાં ડાયાલિસિસ મશીનની જરૂરિયાત પ્રમાણે માફક આવે તેવી રીતે લોહીનું પ્રેશર બને છે. આ યંત્ર થકી ધનેશને 8 મહિના સુધી ડાયાલિસિસ કરાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details