ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની કટોકટી વચ્ચે સિમ્સ હોસ્પિટલમાં સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું - સૂરત

હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. લોકોમાં ભારે ગભરાટ છે, આ સંજોગોમાં સિમ્સ હોસ્પિટલમાં સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. પોસ્ટ પાર્ટમ ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથીથી પીડિત 34 વર્ષની મહિલાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

કોરોનાની કટોકટી વચ્ચે સિમ્સ હોસ્પિટલમાં સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું
કોરોનાની કટોકટી વચ્ચે સિમ્સ હોસ્પિટલમાં સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું

By

Published : Jul 10, 2020, 7:40 PM IST

અમદાવાદ- પોસ્ટ પાર્ટમ ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથીથી પીડિત ૩૪ વર્ષની એક મહિલાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (હૃદયનું પ્રત્યારપણ) કરવામાં આવ્યું છે. દાતા સુરતનો ૨૪ વર્ષનો એક પુરુષ દર્દી હતો, જેને રોડ ટ્રાફિક એક્સિડેંટને કારણે મગજની ગંભીર ઈજાઓ થઈ હતી અને ત્યારબાદ તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. સુરતમાં આ ઓર્ગન ડોનેશનની સુવિધા ડોનેટ લાઇફ સંસ્થાના નીલેશ માંડલેવાલા દ્વારા કરી આપવામાં આવી હતી.

કોરોનાની કટોકટી વચ્ચે સિમ્સ હોસ્પિટલમાં સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું
અમદાવાદ અને સુરત કોવિડ ૧૯ માટેના મુખ્ય કેન્દ્રબિંદુઓ હોવાના કારણે આ સંભવ કરવું તે ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. પરંતુ આવા મુશ્કેલ સમયમાં પણ બે શહેરો વચ્ચેના પુલ એક દર્દીને જીવન અને હૃદય આપવા માટે પાર કરવામાં આવ્યાં હતાં. હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પ્રોટોકોલનું પાલન કરવાનું એ એક અદભૂત પરાક્રમ હતું. નવી નોટ્ટો ( NOTTO ) માર્ગદર્શિકા મુજબ તમામ પ્રોટોકોલોનું સખત રીતે પાલન કરવામાં આવ્યું હતું. સિમ્સ હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડિરેક્ટર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ધીરેન શાહ કહે છે કે ડોકટરો, કર્મચારીઓ, અંગ દાતા અને અંગ પ્રાપ્તકર્તાનું કોવિડ ૧૯ માટેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સર્જરી દરમિયાન લેવલ-૩ પી.પી.ઇ. ટેપ દ્વારા પહેરવામાં આવ્યાં હતાં.
કોરોનાની કટોકટી વચ્ચે સિમ્સ હોસ્પિટલમાં સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું
સિમ્સ હોસ્પિટલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ધવલ નાયક કહે છે કે, સુરત અને અમદાવાદમાં વરસાદ આવવાને કારણે હવામાને પણ અવરોધ ઉભો કર્યો હતો અને હવામાનની સ્થિતિ પ્રમાણે હૃદયને અમદાવાદ લાવવાની યોજનાઓ બદલવી પડી હતી . સવારે ૧૦:૫૦ વાગ્યે અમદાવાદમાં ઉતર્યા પછી ૩ કલાક ૩૫ મિનિટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરવામાં આવ્યું હતું . હાલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સારી રીતે થઈ છે અને દર્દી હિમોડાઈનેમિકલી સ્થિર છે, એટલે કે તેનો રક્ત પ્રવાહ સ્થિર છે. સિમ્સ કાર્ડિયાક સર્જનની ટીમમાં ડો. ધીરેન શાહ, ડો. ધવલ નાયક, ડો. અમીત ચંદન અને ડો. કિશોર ગુપ્તા છે. સિમ્સ કાર્ડિયાક એનેસ્થેટીટ્સ ટીમમાં ડો. નીરેન ભાવસાર, ડો. હીરેન ધોળકિયા, ડો. ચિંતન શેઠ છે.

ABOUT THE AUTHOR

...view details