ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઇપ્રોફાઇલ મહિલા સાથે શારીરિક સંબંધની લાલચ આપી પૈસા પડાવતી ગેંગ ઝડપાઇ - અમદાવાદ ક્રાઈમ

અમદાવાદ સાયબર ક્રાઇમને વધુ એક સફળતા મળી છે. જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે હાઈપ્રોફાઈલ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી છેતરપિંડી આચરતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હાઇપ્રોફાઇલ મહિલા સાથે શારીરિક સંબંધની લાલચ આપી પૈસા પડાવતી ગેંગ ઝડપાઇ
હાઇપ્રોફાઇલ મહિલા સાથે શારીરિક સંબંધની લાલચ આપી પૈસા પડાવતી ગેંગ ઝડપાઇ

By

Published : May 25, 2021, 1:57 PM IST

  • સાયબર ક્રાઇમે શરીર સંબંધ બાંધવાની લાલચ આપી પૈસા પડાવતી ગેંગની કરી ધરપકડ
  • હાઈપ્રોફાઈલ યુવતી સાથે શરીર સંબંધની લાલચ આપી છેતરપિંડી આચરતા
  • બે યુવતી સહિત 8 આરોપીઓની કરી ધરપકડ
  • અખબારોમાં જાહેરાત આપી લોકોને શિકાર બનાવતા

    અમદાવાદઃ પોલીસે ઝડપેલાં આરોપીઓ ન્યૂઝ પેપરમાં બોડી મસાજરની ભરતીની જાહેરાત આપી હાઈપ્રોફાઈલ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધી પૈસા કમાવવાની લાલચ આપતાં હતાં. આમાં લાખો રુપિયા કમાવાની લાલચ આપી પ્રથમ રજિસ્ટ્રેશન ફી પેટે હજારો રૂપિયા બે યુવતી સહિત આઠ આરોપીઓની ગેંગ પૈસા પડાવી લેતાં હતાં. જે અંગે સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા યુવતી સહિતની ગેંગની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    આરોપીઓ બોડી મસાજરની ભરતીની જાહેરાત આપી હાઈપ્રોફાઈલ યુવતીઓ સાથે શારીરિક સબંધ બાંધી પૈસા કમાવવાની લાલચ આપતાં હતાં


    આ પણ વાંચોઃ જાણો, 25 મેના દિવસે શા માટે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ મિસિંગ ડે


ત્યારે આરોપીઓએ અત્યાર સુધી કેટલા લોકોને શિકાર બનાવ્યાં અને કેટલા પૈસા પડાવ્યાં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો પણ છે.

ABOUT THE AUTHOR

...view details