અમદાવાદ: વર્ષ-2022 માટે સંસ્થાની શ્રેણી માટે પી.કે.તનેજા, ડાયરેક્ટર જનરલ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ (GIDM)ને સંસ્થા વતી આ પુરસ્કાર તા.23 જાન્યુઆરી, 2022 ના રોજ ઇન્ડિયા ગેટ ખાતે આયોજિત થનારા કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે અપાશે. જયારે પ્રૉ.વિનોદ શર્મા વ્યક્તિગત શ્રેણીમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2022 (Subhash Chandra Bose Award ) માટે પસંદ કરવામાં આવ્યા છે.
એવોર્ડમાં શું મળે છે ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કારની જાહેરાત પ્રતિવર્ષ 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજ્યંતિ (Subhash Chandra Bose Birthday 2022)ના દિને કરવામાં આવે છે. આ સન્માન અંતર્ગત સંસ્થાને રૂ.51 લાખ રોકડ રકમ અને પ્રમાણપત્ર તથા વ્યક્તિગત શ્રેણીમાં રૂ.5 લાખની રોકડ રકમની સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
પુરષ્કાર માટે નામાંકન ભરવામાં આવે છે.
ચાલુ વર્ષના પુરસ્કાર માટે 1 જુલાઈ, 2021થી નામાંકન આમંત્રિત કરવામાં આવ્યા હતા. વર્ષ-2022માં આ પુરસ્કાર સંદર્ભે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક તથા સોશ્યિલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવ્યો હતો. જેની ફળશ્રુતિરૂપે 243ની સંખ્યામાં અલગ-અલગ સંસ્થાઓ અને વ્યક્તિવિશેષના નામાંકન પ્રાપ્ત થયા હતા.
ગુજરાત ડિઝાસ્ટર મેજેમેન્ટની સ્થાપનાને 10મું વર્ષ
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) એટલે કે, ગુજરાત આપત્તિ નિયમન સંસ્થાની સ્થાપના વર્ષ-2012માં ગુજરાતમાં ડિઝાસ્ટર રિસ્ક રીડકશન (આપત્તિથી જોખમ ઘટાડવા) થાય તે માટે કરવામાં આવી હતી. જેમાં કૌશલ્ય નિર્માણ, તાલીમ અને કાર્યક્રમોનું આયોજન કરીને GIDMને રોગચાળા, દુર્ઘટનાઓ સહિતના વિવિધ વિષયો અંગે સક્ષમ બનાવવામાં આવી હતી.
GIDMએ કોરોના કાળમાં કર્યા કામ