ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને બે વાર ભરવી પડી ફી - રીએસેસમેન્ટ

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના પરિણામમાં છબરડા બાદ વિદ્યાર્થીઓ ફરીથી પેપર તપાસવા માટે રિએસેસમેન્ટ માટે ઓનલાઇન અરજી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ફી ભરી હતી, પરંતુ ફી જમા ન થઈ અને રિસિપ્ટ જનરેટ ના થતાં વિદ્યાર્થીઓએ ફરીથી ફી ભરવી પડી હતી. 2 વખત ફી ભરવા માટે રજૂઆત કરતા ચકાસણી કરવાની યુનિવર્સિટી તરફથી ખાતરી આપવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને બે વાર ભરવી પડી ફી
ગુજરાત યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને બે વાર ભરવી પડી ફી

By

Published : Sep 3, 2021, 8:14 PM IST

Updated : Sep 3, 2021, 8:27 PM IST

  • રિએસેસમેન્ટમાં વિદ્યાર્થીઓને બે વાર ફી ભરવી પડી
  • રિસિપ્ટ જનરેટ ના થતાં વિદ્યાર્થીઓને ફરીથી ફી ભરવી પડી
  • જે વિદ્યાર્થીઓની ફી બે વાર ભરાઈ છે તેમને એક ફી પરત આપવામાં આવશે : રજિસ્ટ્રાર

અમદાવાદ- ગુજરાત યુનિવર્સિટીમાં 3 દિવસથી LLBના વિદ્યાર્થીઓ પરિણામમાં ગડબડ થઈ હોવાના કારણે ધક્કા ખાઈ રહ્યા છે. જેમાં જે વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ ના હોય તો રિએસેસમેન્ટ માટે અરજી કરીને ફરીથી પેપર ચકાસણી માટે જણાવ્યું છે. જેથી વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને બે વાર ભરવી પડી ફી

આ પણ વાંચો- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બધી જ Exams 29 જુલાઈથી લેવાશે

અરજીમાં વિદ્યાર્થીઓએ ભરેલી 260 રૂપિયા ફી બતાવતા નહોતા

આ ઓનલાઇન અરજીમાં વિદ્યાર્થીઓએ ભરેલી 260 રૂપિયા ફી બતાવતા નહોતા. જેથી વિદ્યાર્થીઓએ ફરીથી ફી ભરી હતી જે બાદ ફીની રિસિપ્ટમાં વિષય પણ લખવામાં આવ્યા નથી. વારંવાર મુશ્કેલી આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં અને રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી. જેથી રજિસ્ટ્રારે અરજી આપવા જણાવ્યું છે જે મામલે તપાસ કરવાની ખાતરી આપી છે.

માત્ર અમે રિએસેમેન્ટ માટે ઓનલાઇન અરજી કરી હતી- વિદ્યાર્થી

આ અંગે વિદ્યાર્થીએ કહ્યું કે, મને 2 વિષયમાં નાપાસ કરવામાં આવ્યો છે, મારી સાથે અન્ય લોકોને પણ સિરીઝ મુજબ નાપાસ કરવામાં આવ્યા છે જે અંગે અમે યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી. જેથી અમને રિએસેસમેન્ટ માટે જણાવવામાં આવ્યું હતું. માત્ર અમે રિએસેસમેન્ટ માટે ઓનલાઇન અરજી કરી હતી. જેમાં ફી ભરી પરંતુ રિસિપ્ટ ન આવી હોવાથી અમે બીજીવાર ફી ભરી છે. બીજીવારમાં આવેલી રીસીપ્ટમાં વિષય ના લખ્યા હોવાથી વધુ મુશ્કેલી આવી છે.

આ પણ વાંચો- ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ બે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ યુનિ પાસે કરી મદદની આજીજી

વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે- રજિસ્ટ્રાર

આ મામલે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પી.એમ.પટેલે વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે, જેમની ફી બે વાર લેવામાં આવી છે તેમને એક ફી પરત આપવામાં આવશે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે, તેમાં વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે. લો વિભાગના વડા સાથે પણ મિટિંગ કરીને નિર્ણય લેવામાં આવશે.

Last Updated : Sep 3, 2021, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details