- પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા
- ધોરણ 12 પછી આગળ કેવી રીતે પ્રવેશ મેળવવો તે અંગે ચિંતા
- સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ
અમદાવાદ: ગુજરાતમાં કોરોના(Corona)ના કપરા કાળમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ થતાં હોશિયાર વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ ચિંતા સતાવી રહી છે. બોર્ડની પરીક્ષા માટે અથાગ મહેનત કરી હતી પણ હવે પરિણામ સ્કૂલમાં મેળવેલા માર્કસના આધારે આપવામાં આવશે, આ અંગે વિદ્યાર્થીઓ નિરાશ થયા છે, કારણકે ઇજનેરી તબીબી અને એમબીએ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા પર પાણી ફરી વળ્યું છે.
એક કમિટીની રચના કરવી જોઈએ
આ મામલે ધોરણ 12 માં માસ પ્રમોશન આપ્યા બાદ તેમજ ધોરણ 10 માં પણ માસ પ્રમોશન આપ્યા બાદ જુદા જુદા ફિલ્ડમાં જવા માટે વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ આપવામાં આવશે તે એક ચિંતાનો વિષય છે. શિક્ષણવીદ મનીષ દોશીએ જણાવ્યું કે આ માટે સરકારે એક કમિટી રચવી જોઈએ, જેનાથી કોઈ હોશિયાર વિદ્યાર્થીને અન્યાય ન થાય અને વિદ્યાર્થીઓને આગળની ફિલ્ડમાં જવા માટે કમિટી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે. જેથી કરીને વિદ્યાર્થીઓમાં કોઈ પ્રકસરની મુંજવણ ઉભી ન થાય. કમિટી દ્વારા બેઠક યોજીને જુદા જુદા ધારાધોરણ મુજબ નિયમ લાવવા જોઈએ જેથી વિદ્યાર્થીઓની દરેક તકલીફ દૂર થાય.