- કર્ણાવતી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ 156 ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ફાઇલ કરાવી
- 144 વિધાર્થીઓ અને 20 સભ્યોની ટીમ દ્વારા ફાઇલ કરવામાં આવી આઈપી
- 156 ફાઇલિંગમાં 7 પેટન્ટ, 77 ડિઝાઈન આઈપી, 59 કોપીરાઈટ ફાઇલિંગ અને 13 ટ્રેડમાર્કનો સમાવેશ
અમદાવાદ- કર્ણાવતી યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંગે કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે રાજ્યમાં ડિઝાઇન ક્ષેત્રમાં નવીનીકરણ કરવાની દિશામાં કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમુદાયે 156 જેટલી ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફાઈલ કરાવીને વિક્રમ સર્જ્યો છે.
કર્ણાવતી યુનિવર્સીટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત
નોલેજ યુનિવર્સિટી બનાવવાના મિશનને અનુરૂપ રહી તેના વિદ્યાર્થીઓ દ્વારા એક જ દિવસમાં વિવિધ નવીનીકરણના 156 જેટલા IPs તૈયાર કરી તેને ફાઈલ કર્યા હતા. યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 144 વિદ્યાર્થીઓની ટિમ અને 20 ફેકલ્ટીઓની મહેનતથી આ કામ કરી શકાયું છે. ત્યારે 156 ફાઇલિંગમાં 7 પેટન્ટ, 77 ડિઝાઇન આઈપી અને 59 કોપીરાઈટ ફાઇલિંગ અને 13 ટ્રેડમાર્કનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતમાં એક સક્ષમ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સ્થાપવા માટે કર્ણાવતી યુનિવર્સિટી કામ કરી રહી છે, ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ 156 જેટલી આઈપી બનાવી વિક્રમ સર્જ્યો આવનારા સમયમાં ગુજરાતમાં નવા અનેક સ્ટાર્ટઅપ કરવામાં આવશે
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે, આવનારા સમયમાં ગુજરાતમાં નવા અનેક સ્ટાર્ટઅપ કરવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓ માટે અનેક ફેસિલિટી પણ આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓને પોતાના પ્રોજેકટમાં સહાય મળે. ત્યારે આ પ્રસંગે કર્ણાવતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એ.કે.સૂર્યવંશીએ જણાવ્યું કે, SSIP એ એક ઉત્તમ નીતિ છે. જેનાથી વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા માટે ખૂબ જ સહાયક છે. જ્યારે આ યાત્રાની શરૂઆત 6 મહિના પહેલા થઈ હતી.