- ટ્યુશન ક્લાસથી પરત ફરી રહેલા 2 વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યાં
- 6 વિદ્યાર્થીઓ સાથે રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહ્યાં હતા
- ટ્રેનની અડફેટે આવતા 1નું મોત અને 1 ઘાયલ
અમદાવાદઃ શહેરના મણિનગરમાં 6 વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસથી પરત ફરી રહ્યા હતા, ત્યારે મણિનગર ક્રોસિંગ થઈને તેઓ ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે જબલપુર સોમનાથ એક્સ્પ્રેસ ટ્રેન પણ ત્યાંથી પસાર થઈ હતી, તેવામાં વિદ્યાર્થીઓ પૈકી 4 વિદ્યાર્થીઓએ રેલવે ક્રોસ કરી દીધો હતો, જોકે, 2 વિદ્યાર્થીઓએ ક્રોસ કરવાનું બાકી હતું તે દરમિયાન તેઓ ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટે આવ્યાં હતા.