ગુજરાત

gujarat

ETV Bharat / city

Stray Cattle In Ahmedabad: રખડતા ઢોર ત્રાસને દૂર કરવા ટૂંક સમયમાં કાયદો લાવશે ગુજરાત સરકાર - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

રખડતા ઢોર (Stray Cattle In Ahmedabad)ના ત્રાસ અને જાળવણી મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા ટૂંક સમયમાં રાજ્ય સરકાર કાયદો લાવી રહી છે.

Stray Cattle In Ahmedabad: રખડતા ઢોર ત્રાસને દૂર કરવા ટૂંક સમયમાં કાયદો લાવશે ગુજરાત સરકાર
Stray Cattle In Ahmedabad: રખડતા ઢોર ત્રાસને દૂર કરવા ટૂંક સમયમાં કાયદો લાવશે ગુજરાત સરકાર

By

Published : Feb 21, 2022, 9:06 PM IST

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોર (Stray Cattle In Ahmedabad) તથા તેમના માલિકો દ્વારા યોગ્ય રીતે જાળવણી ન થતી હોવાના દાવા સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી (PIL in Gujarat High Court) કરવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ આ મહત્વની વાત મૂકી છે. ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરના ત્રાસ તથા તેની જાળવણી સંદર્ભે વધુ એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

ઢોરે બિન આરોગ્યપ્રદ વસ્તુઓ આરોગવી પડે છે

એડવોકેટ નિલય પટેલ દ્વારા પાર્ટી ઇનપર્સન તરીકે કરવામાં આવેલી અરજીમાં રખડતા ઢોરના કારણે થતી સમસ્યાની સાથે સાથે જાહેરમાં તેમને છોડી મૂકવામાં આવતા બિન આરોગ્યપ્રદ વસ્તુઓ આરોગતા જોખમકારક સાબિત થાય છે. ન માત્ર તે પશુઓ પરંતુ તેના દૂધ થકી લોકો માટે પણ તે હાનિકારક સાબિત થઈ શકે છે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

પશુઓ બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે

'ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ ધ એનિમલ એક્ટ' (The Prevention of Cruelty to the Animals Act) પ્રમાણે કેટલાક પશુ માલિકો દ્વારા ગાયો માટે આહાર, પાણી તથા રહેવાની વ્યવસ્થા (Provision of food and water for cattle Gujarat) પણ ન કરવામાં આવતી હોવાની રજૂઆત અરજદારે કરી છે. આ ઉપરાંત પશુ માલિકો ઘણીવાર તેને ચરવા માટે છૂટા મૂકી દે છે જેના કારણે તે બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે અને અકસ્માત થવાની સમસ્યા પણ અવારનવાર જોવા મળી રહી છે.

આ પણ વાંચો:Contempt Of Court Hearing: હાઈકોર્ટે AMCને લગાવી ફટકાર, પૂછ્યું- જરા પણ એવું નથી થતું કે આપણે કેવા રોડ રાખીએ છીએ?

હાઈકોર્ટે રાજ્ય સરકાર, AMC, AUDAને નોટિસ ફટકારી

આ મામલે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર (High Court notice to state government), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને ઔડાને નોટિસ પાઠવી છે. ઉપરાંત આ અરજીને મુખ્ય ન્યાયધીશની બેન્ચ સમક્ષ ચાલી રહેલી આ બાબતની કન્ટેમ્પ્ટ અરજી સાથે જોડી છે. જેથી આ બન્ને અરજીની સુનાવણી એકી સાથે કરવામાં આવશે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ગુજરાત હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે ખાસ કાયદો લાવી રહી છે. તેની સમીક્ષા બાદ ટૂંક સમયમાં તે પ્રસાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details