અમદાવાદ: સીટા અને ICICI બેંક બિઝનેસ બેન્કિંગ સાથેના આ વ્યૂહાત્મક ભાગીદારીથી 'સીટા'ને હવે ICICI ઇન્ટરનેટ બેન્કિંગ એપીઆઇ, ICICI પેમેન્ટ ગેટવે, ટેક્સેશન એપીઆઇ અને બીજી ઘણી બધી સુવિધાઓ મળશે. જેથી તેના ERP સોલ્યુશનમાં બેન્કિંગ કામગીરી સરળ બનશે.
'સીટા' અને ICICI બિઝનેસ બેન્કિંગ વચ્ચે વ્યૂહાત્મક જોડાણ થયું - અમદાવાદનાસમાચાર
સીટા આઈટી કંપની છે. જેના દ્વારા બેસ્ટ સર્વિસ સર્જિત સોલ્યુશનનો મુખ્ય હેતુ છે અને આ સતત બદલાતી રહેતી પ્રક્રિયામાં 'સીટા'એ ICICI બેન્ક બિઝનેસ બેન્કિંગ સાથે આ હેતુ માટે વધુ એક જોડાણ કર્યુ છે.
!['સીટા' અને ICICI બિઝનેસ બેન્કિંગ વચ્ચે વ્યૂહાત્મક જોડાણ થયું GUJARATINEWS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:13:16:1600677796-gj-ahd-09-citta-and-icici-bank-photo-story-7202752-21092020134038-2109f-1600675838-759.jpg)
'સીટા'ના ક્લાયન્ટસને વધુ લાભ મળશે. ERP પ્લેટફોર્મ પરથી ડાયરેક્ટ બેન્કિંગ એક્સેસ સિંગલ પ્લેટફોર્મ પર બેન્કિંગ અને એકાઉન્ટિંગ, ICICI બેન્ક અને ERP લક્ષી ઓફર્સનું એક્સેસ, તાત્કાલિક અને પેપરલેસ વન-ટાઇમ રજિસ્ટ્રેશન (શૂન્ય ચાર્જ) ડાયરેક્ટ ઇન્ટીગ્રેશન અથવા ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ માટે બેન્કની મુલાકાત લેવાની જરૂર નથી.
જંજટ રહિત સેવાથી સમયની બચત ઓટોમેટેડ રિકોન્સિલિયેશન માનવબળ અને ખર્ચમાં બચત સંચાલકીય કાર્યક્ષમતામાં સુધારો ICICI બેન્કની NACH ઈમેન્ડેટ સિસ્ટમ સર્વિસનું એક્સેસ જેમાં સામેલ છે. સીટાના ફાઉન્ડર અને ચેરમેન કિરણ સુતરિયાએ જણાવ્યું હતું કે બિઝનેસ અને ઓપરેશન પ્રોસેસના સુરક્ષિત અને સરળ ઓટોમેશન માટે ટેકનોલોજીના ઉપયોગના મિશનમાં આ પગલું મહત્ત્વનું છે.