ગુજરાત

gujarat

ETV Bharat / city

શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભુત કલાકારીગરી - wooden arts

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં નોકરી છોડી સ્વતંત્ર વ્યવસાય કરતા હિરેનભાઇ અને તેમના પત્ની શિલ્પાબેન જુદા જુદા લાકડા અને ઓક્સીડાઇઝ ધાતુ પર રંગોનો સુંદર ઉપયોગ કરી અવનવી ડિઝાઇન બનાવે છે.

શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભૂત કલાકારીગરી
શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભૂત કલાકારીગરી

By

Published : Oct 18, 2020, 2:23 PM IST

  • લગ્નપ્રસંગ, કથા, અનુષ્ઠાન જેવી ધાર્મિકવિધિઓમાં વપરાય છે બાજોઠ
  • લાકડા અને ઓક્સીડાઇઝ ધાતુને રંગોમાં ઢાળી બનાવાય છે.
  • નોકરી છોડી શરૂ કર્યો સ્વતંત્ર વ્યવસાય

અમદાવાદ: શહેરના જમાલપુર ફાયર સ્ટેશનની સામેથી પસાર થઇએ એટલે મ્યુનિસિપલ ક્વાટર્સના વરંડામાં અને દિવાલો પર નાના-મોટા ડિઝાઇનર બાજોઠ લગાવેલા મળી જ આવે. લગ્નપ્રસંગો, કથા, પૂજા, અનુષ્ઠાન જેવી ધાર્મિક વિધિઓ તેમજ ગૃહ સુશોભન માટે બાજોઠનો ઉપયોગ થતો હોય છે. બાજોઠને હિન્દીમાં ચોકી પણ કહેવામાં આવે છે.

શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભુત કલાકારીગરી

રંગબેરંગી બાજોઠ વધારે છે ઘરની શોભા

બાજોઠ બનાવવા માટે જુદા જુદા લાકડા અને ઓક્સિડાઇઝ ધાતુ પર રંગોનો ઉપયોગ કરી અવનવી ડિઝાઇન બનાવવામાં આવે છે. દિવાળી જેવા તહેવારો તેમજ ધાર્મિક પ્રસંગોમાં ગૃહ સુશોભન માટે બાજોઠ-ચોકી તૈયાર કરવામાં આવે છે.

શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભુત કલાકારીગરી
શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભુત કલાકારીગરી

જમાલપુરના દંપતિ બનાવે છે રંગબેરંગી બાજોઠ

શહેરના જમાલપુર વિસ્તારમાં બાજોઠ ચોકીના એક કારીગર રહે છે જેમનું નામ છે હિરેન બઢીયા. તેમનું કહેવું છે કે, પહેલા તેઓ દોરા બનાવતી કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ મનમાં સતત વિચાર આવતો રહેતો કે કંઇક અલગ જ વ્યવસાય કે કારીગરી કરવી છે. જેની શોધખોળ દરમિયાન બાજોઠ બનાવવાનું નક્કી કર્યું. નોકરી છોડી તરત જ બાજોઠ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમના પત્ની શિલ્પાબેન લાકડાં પર એલ્યુમિનિયમની તૈયાર ડિઝાઈન પર રંગકામ કરે છે, જ્યારે પાર્ટિકલ બોર્ડ, એમડીએફ જેવા લાકડાં પર નાના-મોટા બાજોઠ હિરેનભાઇ તૈયાર કરે છે.

શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભુત કલાકારીગરી
શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભુત કલાકારીગરી

લોકડાઉનની પહોંચી અસર

આ કામને શરૂઆતથી જ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. એક સમયે શહેરના ધમધમતા જમાલપુર વિસ્તારથી દૂર ઔદ્યોગિક વિસ્તારમાં પણ કારીગરો રાખી મોટાપાયે કામ ચાલતું હતું, પરંતુ લોકડાઉનમાં કામ ન રહેતા કારીગરો છૂટા થઇ ગયા હતા. આમ છતાં મોટાભાગે શુભકાર્યો અને સુશોભનમાં વપરાતી વસ્તુઓ બનાવી વેચાણ કરતાં આત્મનિર્ભર હિતેશભાઈ સંતોષ અનુભવે છે.

શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભુત કલાકારીગરી
શુભ-પ્રસંગોમાં વપરાતા બાજોઠની અદ્ભુત કલાકારીગરી

ABOUT THE AUTHOR

...view details