અમદાવાદઃ ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party Gujarat )આગળ વધી રહી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં (Gujarat BJP ) જોડાઇ રહ્યા છે. જેને જોતા 2022 ની ચૂંટણીઓ (Gujarat Assembly Elections 2022 ) પહેલા આમ આદમી પાર્ટી વધુ નબળી બને તેવી શક્યતાઓ (Stir in Gujarat Politics ) છે. તેનો સીધો લાભ કોંગ્રેસને મળે તેમ છે. આ વિશે જોઈએ વિગતવાર અહેવાલ.
આમ આદમી પાર્ટીના કયા નેતાઓ ભાજપમાં જોડાયા
તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી ( Aam Aadmi Party Gujarat ) સુરતના આશાસ્પદ નેતા મહેશ સવાણીએ રાજીનામું આપ્યું છે. પ્રસિદ્ધ લોક ગાયક વિજય સુવાળા પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. નીલમ વ્યાસ પણ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Elections 2022 ) પહેલા સુરતના પાંચ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા છે. જેમણે આમ આદમી પાર્ટી પર બેફામ આક્ષેપો (Stir in Gujarat Politics )કર્યા છે.
કોંગ્રેસને આમ આદમી પાર્ટી તૂટવાથી શો લાભ ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ( Aam Aadmi Party Gujarat )સુરતમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું હતું અને તેના 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીનો વોટ શેરિંગ સારો રહ્યો છે. પરંતુ પાર્ટી વોટ શેરિંગની દ્રષ્ટિએ જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીને જે વોટ મળ્યા છે તેટલું નુકસાન કોંગ્રેસને થયું છે. જ્યારે ભાજપના (Gujarat BJP ) વોટ શેરિંગમાં કોઈ ખાસ ફેર પડ્યો નથી. આમ કોંગ્રેસના ગઢમાં (Gujarat Congress ) આમ આદમી પાર્ટીએ ગાબડું પડયું છે. એટલે ચોક્કસ જ લોકો આમ આદમી પાર્ટીને ત્રીજો વિકલ્પ માનતા થયા છે. આથી જો આમ આદમી પાર્ટી નબળી પડે તો ગુજરાતમાં બીજા નંબરની પાર્ટી કોંગ્રેસનો પોતાના વોટ શેર ફરીથી મળી શકે તેમ છે.
ગુજરાતની જનતાએ થર્ડ ફ્રન્ટને કયારેય સ્વીકાર્યો નથી : જગદીશ ઠાકોર
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (Gujarat Congress ) જગદીશ ઠાકોરે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ વખતે પણ ત્રીજા મોરચાની વાતો ચાલતી હતી. પરંતુ તેને લોકોએ નકારી નાખ્યો હતો. ગુજરાતમાં બે જ વિચારધારા ચાલે છે. શાસક પક્ષ ભાજપ અત્યારે લોકોમાં અપ્રિય થઈ રહ્યો છે. બેરોજગારોને નોકરી નથી, કાયદા-વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કથળી છે. લોકોને ગેરમાર્ગે દોરવા ભાજપ પોતાની પાર્ટીમાં અન્ય પાર્ટીના લોકોને આવકારતું રહે છે. ગુજરાતના રાજકોટ શહેરના ભાજપના ધારાસભ્ય પોલીસ કમિશ્નર ભ્રષ્ટાચાર કરતા હોય તેવો પત્ર ગૃહ પ્રધાનને લખી રહ્યા છે. તેમના કોર્પોરેટરો સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર થાય છે તેવો સરકાર પર આક્ષેપ કરીને રાજીનામું આપી રહ્યા છે. જ્યાં સુધી આમ આદમી પાર્ટીની ( Aam Aadmi Party Gujarat ) વાત છે તો તેઓ તેમની રાજનીતિ કરશે અને કોંગ્રેસ પોતાના બળ ઉપર રાજનીતિ કરશે.