અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો (STD 10 Board Exam Result declared) છે. કારણ કે, ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. રાજ્યમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ વખતે (STD 10 students) પરીક્ષા આપી હતી. આજે પરિણામ તો જાહેર થઈ જશે, પરંતુ વિદ્યાર્થીઓએ માર્કશીટ માટે રાહ જોવી પડશે. સમગ્ર રાજ્યનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં 958 કેન્દ્ર પર આ વખતે 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ક્યાં કેટલું પરિણામ -ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ 94.80 ટકા પરિણામ રાજકોટ જિલ્લાના રૂપાવટી કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું 19.17 ટકા પરિણામ દાહોદ જિલ્લાના રૂવાબારી મુવાડા કેન્દ્રનું આવ્યું છે. તો સુરત 75.64 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ મેળવનારો જિલ્લો (surat got highest result) બન્યો છે. જ્યારે 54.29 ટકા પરિણામ સાથે પાટણ સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો (Patan got lowest result) છે. બીજી તરફ 294 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. તો 30 ટકા કરતાં પણ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1,007 છે. તો એક પણ વિદ્યાર્થી પાસ ન થયો હોય તેવી શાળાઓ 121 છે. તો આ વખતે 1,33,520 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 41,063 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા.
કયા માધ્યમનું કેટલું પરિણામ -આ વખતે સૌથી વધુ 81.50 ટકા પરિણામ અંગ્રેજી માધ્યમનું આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 63.13 ટકા અને હિન્દી માધ્યમનું પરિણામ 63.96 ટકા આવ્યું છે.